ત્યારે આ રાષ્ટ્રીય અભિયાનના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં મહાત્મા ગાંધી જનરલ હોસ્પિટલ ખાતે આ વેક્સિન આપવાની કામગીરીનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે.


14-15 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવી બાળકીઓને આ વેક્સિન આપવામાં આવશે

આ વેક્સિન સ્ત્રીઓમાં થતા સર્વાઇકલ કેન્સર એટલે કે, ગર્ભાશયના મુખનું કેન્સર સામે અસરકારક રક્ષણ પૂરું પાડે છે. નોંધનીય છે કે, ગર્ભાશયના મુખનું કેન્સર એચ.પી.વી. વાયરસના કારણે થાય છે, જેને જડમૂળથી નાબૂદ કરવાના ઉમદા હેતુથી સરકાર દ્વારા આ રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સરકારની હાલની માર્ગદર્શિકા મુજબ, પ્રથમ ત્રણ માસ માટે જે બાળકીઓએ ૧૪ વર્ષ પૂર્ણ કર્યા હોય અને ૧૫ વર્ષ પૂર્ણ ન થયા હોય તેવી બાળકીઓને આ વેક્સિન આપવામાં આવશે.

દીકરીઓને વેક્સિન આપીને આ સેવાયજ્ઞની શરૂઆત કરવામાં આવી

સુરેન્દ્રનગર જિલ્લામાં અંદાજે ૧૨,૬૦૦ જેટલી બાળકીઓને આ રસી આપવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. આ વેક્સિન જિલ્લાની તમામ પી.એચ.સી., સી.એચ.સી., યુ.પી.એસ.સી. તેમજ સબ ડિસ્ટ્રિક્ટ અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે દરરોજ તદ્દન નિ:શુલ્ક ઉપલબ્ધ રહેશે.

આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન ડૉ. ચૈતન્ય પરમાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. બી. જી. ગોહિલ સાહેબ, ACHO ડૉ. અનિલ શાહ અને સગુણાબેનની વિશેષ ઉપસ્થિતિમાં દીકરીઓને વેક્સિન આપીને આ સેવાયજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી.


આ પણ વાંચો : Navsari News : નવસારીમાં ખાનગી લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 6 મહિલા અને 3 બાળક થયા ઈજાગ્રસ્ત


 

  • Follow us on: