પૂછપરછના ખુલાસાનો રિપોર્ટ ED કોર્ટમાં કરશે રજૂ અને ED ચંદ્રસિંહ મોરીના માગી શકે છે વધુ રિમાંન્ડ અને ઈડીએ કલેક્ટર અને નાયબ મામલતદારના ત્યાં દરોડા પાડ્યા હતા અને બેનામી સંપત્તિ વ્યવહાર સાથે ભ્રષ્ટાચાર અંતર્ગત ધરપકડ કરવામાં આવી હતી.


કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ સહિત ચાર લોકો સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો હતો

ઈડીની સુરેન્દ્રનગરમાં તપાસ બાદ હવે કરોડો રૂપિયાનાં જમીન કૌભાંડમાં સુરેન્દ્રનગરના કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ સહિત ચાર લોકો સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો હતો. સુરેન્દ્રનગરમાં બિનખેતી જમીન રૂપાંતરણમાં આશરે ૧૫૦૦ કરોડનું કૌભાંડ આચર્યુ હોવાનો આરોપ છે. ઈડીની તપાસના આધારે એસીબીએ સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહિત ૪ સરકારી કર્મી સામે લાંચ-રૂશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો નોંધ્યો છે.

જમીન NA કરવાનું એક મોટું નેટવર્ક ધમધમતુ હતું

તપાસમાં બહાર આવ્યું છે કે વચેટિયાઓ અને એજન્ટો મારફતે ગેરકાયદેસર રીતે જમીન NA કરવાનું એક મોટું નેટવર્ક ધમધમતુ હતું. આ પહેલા ઈડીએ ૧૬ કલાક સુધી તપાસ કરીને કલેક્ટરના નિવાસસ્થાનેથી ૧૦૦ થી વધુ ફાઈલ જપ્ત કરી હતી અને નાયબ મામલતદારના ઘરેથી ૬૭.૫૦ લાખની રોકડ ઝડપી હતી. ACBમાં નોંધાયેલી ફરિયાદમાં ખુલાસો થયો છે કે, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ ૧ કરોડની લાંચ લીધી છે અને તેમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલ, ક્લાર્ક મયુર ગોહિલ અને પીએ જયરાજસિંહ ઝાલા સામેલ છે.

સુરેન્દ્રનગરના કલેક્ટરને પદ પરથી હટાવી જિલ્લા વિકાસ અધિકારીને કલેક્ટરનો ચાર્જ સોંપ્યો હતો

સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરીની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટ (ED)એ આઠ દિવસની રિમાન્ડ મેળવીને તપાસ માટે દીલ્હી લઈ ગયા છે. ઈડીના અધિકારીઓ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરે અને ઓફિસમાંથી નામ સાથે મળેલી સીટો અંગે પુછપરછ ચાલુ કરી હોવાનું જાણવા મળે છે. સૂત્રોના જણાવ્યા મુજબ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના મોબાઈલમાંથી મળેલા વ્યવહારોમાં ગુજરાતના એક ડઝનથી વધુ ઉચ્ચ અધિકારીઓ ઈડીની તપાસમાં સામેલ થવાનો વારો આવે તેમ છે.

ઈડીના અધિકારીઓ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના મોબાઈલની તપાસ પણ કરાઈ છે

ઈડીના અધિકારીઓએ દરોડા દરમ્યાન મોરી અને મોરી સાથે કામ કરતા સ્ટાફના ત્યાંથી મળેલા દસ્તાવેજોમાં કેટલા પાસેથી નાણાં મળ્યા અને કેટલાના બાકી છે તે બાબતે પણ એસીબીને જાણ કરી હોવાનું જાણવા મળે છે. એસીબીના અધિકારીઓ દ્વારા નોંધેલ ફરિયાદના આધારે સરકાર પાસે તપાસ માટે મંજૂરી મેળવવા માટે કાર્યવાહી હાથ ધરાઈ હતી. જયારે ઈડીના અધિકારીઓ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના મોબાઈલની તપાસ પણ કરી હતી.


આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વધી ઠંડી


  • Follow us on: