નલિયામાં 15.6 ડિગ્રી, અમદાવાદમાં 15.3 ડિગ્રી, ડીસામાં 14.4 ડિગ્રી, વડોદરામાં 15.4 ડિગ્રી, સુરતમાં 16.4 ડિગ્રી, કંડલામાં 15.4 ડિગ્રી, પોરબંદરમાં 14.5 ડિગ્રી, રાજકોટમાં 15.0 ડિગ્રી, કેશોદમાં 15.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે.


આ વખતે ગુજરાતમાં જોઈએ એવી ઠંડી હજી પડી નથી

24 કલાકમાં કચ્છના પશ્ચિમ ભાગના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતાઓ છે. એ સિવાય આજ રોજ ઉત્તર ગુજરાતના પાટણ અને બનાસકાંઠા તેમજ સૌરાષ્ટ્રમા દ્વારકા, જામનગર અને મોરબી તેમજ કચ્છ પંથકમા હળવો કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આ વખતે શિયાળાની સિઝનમાં કાતિલ ઠંડી હજુ સુધી શરૂ થઈ જ નથી. ડિસેમ્બર મહિનાના અંતમા ગાત્રો થિજવતી ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હતો.

જાન્યુઆરી મહિનામાં ઠંડી વધુ પડી શકે છે

આગામી હવામાન આગાહી અંગે, હવામાન વિભાગે જણાવ્યું છે કે, 1 જાન્યુઆરીએ દિલ્હી-એનસીઆરમાં વરસાદ થવાની સંભાવના છે, જેનાથી પ્રદૂષણ થોડું ઓછું થશે પરંતુ ઠંડીમાં વધુ વધારો થશે. 2 જાન્યુઆરીથી 5 જાન્યુઆરી દરમિયાન, મહત્તમ તાપમાન ઘટશે, અને લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.


આ પણ વાંચો : Gujarat Latest News Live : ગુજરાતમાં આજે પણ કમોસમી વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં વરસાદ પડવાની સંભાવના


 

  • Follow us on: