
Vadodara: પાદરાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ

Jan 01, 2026 11:36 pm
બગદાણાના નવનીતને માર મારવાનો કેસ
બગદાણાના નવનીતને માર મારવાના કેસમાં પીઆઈ ડી.વી. ડાંગરની બદલી કરવામાં આવી છે. મહુવા PI કે. એસ.પટેલને તપાસ સોંપાઈ છે. કોળી સમાજે PIની બદલી કરવા માગ કરી હતી.બનાવની ગંભીરતા ધ્યાનમાં લેતા કેસમાં 307 નો ઉમેરો કરાયો છે.8 પૈકી 4 આરોપી 3 જાન્યુઆરી સુધીના રિમાન્ડ પર છે.અન્ય 4 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે.
Jan 01, 2026 11:04 pm
11 જાન્યુઆરીએ બ્લુ ફલેગ શિવરાજપુર બીચ ખાતે પતંગ મહોત્સવ યોજાશે
રાજ્ય સરકાર દ્વારા ગુજરાતને પ્રવાસન ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત થાય તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવનાર છે.જેના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી 11 જાન્યુઆરીએ રોજ બ્લુ ફલેગ શિવરાજપુર બીચ ખાતે પતંગ મહોત્સવનું આયોજન થનાર છે.આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના સુચારૂ આયોજન અંગે કલેકટર કચેરી ખંભાળીયા ખાતે જિલ્લા કલેકટર રાજેશ તન્નાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.
Jan 01, 2026 10:49 pm
બીજી જાન્યુઆરીએ ગાંધીધામ ખાતે યોજાશે કચ્છનો ડિસ્ટ્રીક્ટ લેવલ વાઈબ્રન્ટ પ્રોગ્રામ
જાન્યુઆરી મહિનાના બીજા સપ્તાહમાં રાજકોટ ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત કચ્છ જિલ્લાના ડિસ્ટ્રીક્ટ લેવલ વાઈબ્રન્ટ પ્રોગ્રામનું આયોજન તા.૦૨ જાન્યુઆરી,૨૦૨૬ના રોજ ગાંધીધામમાં ડૉ.બાબાસાહેબ આંબેડકર કન્વેશન સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે.આ વાઈબ્રન્ટ પ્રોગ્રામમાં મહત્વપૂર્ણ એમઓયુ સાથે વિવિધ ટેક્નિકલ સેશન, એક્ઝિબિશન તેમજ પેનલ ડિસ્કશન યોજાશે. કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને આયોજિત બેઠકમાં વાઈબ્રન્ટ કચ્છ પ્રોગ્રામના આયોજનને લઈને વિવિધ તૈયારીઓને સમીક્ષા કરવામાં આવી હતી.
Jan 01, 2026 10:35 pm
રાષ્ટ્રીય આદિવાસી ટ્રેડ ફેરની 6.93 લાખ લોકોએ મુલાકાત લીધી, કરોડોનું વેચાણ અને તકો
ગુજરાતના સમસ્ત આદિવાસી સમાજ, રાજયના આદિજાતિ વિભાગ, દિશા ફાઉન્ડેશન તથા અન્ય સંસ્થાઓના સહયોગથી અંબિકા તાલુકાના વસરાઈ ખાતે ચાર દિવસીય રાષ્ટ્રીય આદિવાસી ટ્રેડ ફેર ભવ્ય સફળતા સાથે સંપન્ન થયો હતો.આ મેળાએ આદિવાસી વેપાર, ઉદ્યોગસાહસિકતા, સંસ્કૃતિ અને આર્થિક સશક્તિકરણને રાષ્ટ્રીય સ્તરે મજબૂત મંચ આપ્યો છે.સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો.પ્રદીપભાઈ ગરાસિયાએ કહ્યું કે, ચાર દિવસમાં કુલ ૬.૯૩ લાખ મુલાકાતીઓએ મેળાની મુલાકાત લીધી હતી.
Jan 01, 2026 10:05 pm
અમદાવાદ એરપોર્ટ પર DRIની મોટી કાર્યવાહી
અમદાવાદ એરપોર્ટ પર ડીઆરઆઈની મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આઠ કરોડના હાઈબ્રિડ ગાંજા સાથે એક મુસાફર ઝડપાયો છે. બેંગકોકથી આવેલા યાત્રી પાસેથી ગાંજો ઝડપાયો છે. શંકાના આધારે મુસાફરની તપાસ કરતાં ગાંજો મળી આવ્યો છે. યાત્રીના બેગેજમાં તપાસ કરતા 6 પેકેટ્સ મળી આવ્યા હતાં. કસ્ટમ અધિકારીઓએ ગાંજો જપ્ત કરી તપાસ હાથ ધરી છે.
Jan 01, 2026 09:53 pm
મહેસાણામાં રાજ્યસભા સાંસદના અભિયાનમાં CM જોડાયા
મહેસાણામાં રાજ્યસભાના સાંસદના અભિયાનમાં મુખ્યમંત્રી જોડાયા છે. ઉત્તરાયણમાં સેફ્ટિ ગાર્ડ લગાવવાના અભિયાનમાં મુખ્યમંત્રી જોડાયા છે. મુખ્યમંત્રીએ મહેસાણામાં ટુવ્હીલરને સેફ્ટી ગાર્ડ લગાવ્યા છે. ઉત્તરાયણમાં સાંસદ મયંક નાયક વિશેષ અભિયાન ચલાવે છે. આ અભિયાન થકી વાહનચાલકને દોરીથી બચાવવાનો પ્રયાસ છે.
Jan 01, 2026 09:37 pm
નશાના કાળા કારોબારનો પર્દાફાશ
એક જ ગામની સીમમાં અલગ અલગ બે જગ્યાએ કરેલા ગાંજા ના મોટા વાવેતર ઝડપાવાના મામલે પોલીસ દ્વારા બે ઇસમો વિરૂધ્ધ નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરતા ફરી એક વખત નશાના કાળા કારોબારનો પર્દાફાશ થવા પામ્યો છે.સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ ચાર્જ સંભાળ્યા બાદ જિલ્લામાં ચાલતી બે નંબરની પ્રવૃતિઓ પર બાજ નજર રાખવા સાથે તમામ ગેરકાનૂની કામ કરતા તત્વો સામે લાલ આંખ કરી કાયદાનું શસ્ત્ર ઉગામ્યું છે. નશાના ગેરકાયદે વેપલા પર અંકુશ લેવા પોલીસને સૂચનાઓ આપી દેવામાં આવી છે.
Jan 01, 2026 09:20 pm
રઈજીપુરા પાટિયા પાસે અકસ્માતમાં માતા-પુત્રીનું મોત
પ્રાપ્ત વિગતો પ્રમાણે ખેડામા નડિયાદ કપડવંજ રોડ પર રઈજીપુરા પાટીયા પાસે સીએનજી રિક્ષા અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક બાળકીનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. આ ઉપરાંત બાળકીની માતાનું પણ મોત નિપજ્યું છે. જયારે મહિલાની સાસુને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં અન્ય લોકોને પણ ઈજા થતાં તેમને મહુધાની સિવિલ અને કઠલાલની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મૃતકના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામા આવ્યા છે. મહુધા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
Jan 01, 2026 08:57 pm
ભાવનગરના બગદાણામાં આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન
ભાવનગરના બગદાણામાં આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. મારામારીની ઘટનામાં આઠ આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ફરિયાદી નવનીત બાલઘીયા પર હુમલો કરાયો હતો.માયાભાઇના દીકરા જયરાજ પર હુમલો કરાવ્યાનો આરોપ લગાવાયો છે.ફરિયાદીએ લગાવ્યો છે જયરાજ આહીર પર આરોપ
Jan 01, 2026 08:49 pm
શેરબજારમાં રોકાણના નામે ફ્રોડમાં EDની કાર્યવાહી
આ કૌભાંડમાં EDની અમદાવાદ ઓફિસે કાર્યવાહી હાથ ધરી છે. EDની ટીમે 110 કિલો ચાંદી, અને 1.296 કિલો સોનું જપ્ત કર્યું છે. આ ઉપરાંત 39.7 કિલો જ્વેલરી સહિત 4.5 કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કૌભાંડનો મુખ્ય સુત્રધાર હિંમાંશું ઉર્ફે પિન્ટુ ભાવસાર સામે PMLA હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આરોપી પર 6થી વધુ ફરિયાદ દાખલ કરાઈ છે. આ કેસમાં કૂલ ફ્રોડની કિંમત 10.87 કરોડ હોવાનું જાણવા મળ્યું છે. આરોપીએ SEBI નોંધણી વગર રોકાણ ફર્મ ખોલી રોકાણ કરાવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. આરોપી સામે ખેરાલુ પોલીસમાં પણ ફરિયાદ નોંધાઈ છે.
Jan 01, 2026 08:02 pm
સુરતમાં બિલ્ડરની રિવોલ્વર ચોરનાર કિશોર ઝડપાયો
સુરતમા બિલ્ડરની રિવોલ્વર ચોરી કરનાર કિશોર ઝડપાયો છે. આ કિશોરે એક રિવોલ્વર અને 16 રાઉન્ડ ગોળી ચોરી કરી હતી. અલથાણા પોલીસે કિશોરની બિહારથી ધરપકડ કરી છે. આરોપી પાસેથી રિવોલ્વર અને આઠ ગોળી કબજે કરવામાં આવી છે. બિલ્ડરે આરોપીને આઠ હજારની ચોરી કરતાં ઝડપ્યો હતો. બિલ્ડરે આરોપી કિશોરને નોકરીમાંથી કાઢી મુક્યો હતો.
Jan 01, 2026 07:39 pm
ગળતેશ્વર બ્રિજ પર તંત્રએ આડશ લગાવી વાહન વ્યવહાર બંધ કર્યો, લોકોએ હોબાળો મચાવ્યો
ચોમાસા દરમિયાન ડેસર અને ગળતેશ્વર તાલુકાને જોડતો મહીસાગર નદી ઉપરનો બ્રિજ કડાણા ડેમમાંથી પાણી છોડાતા બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા જે તે સમયે તમામ વાહનો માટે બંધ કરી દેવાયો હતો. મહીસાગર નદીમાં પાણીનો પ્રવાહ ઓછો થતા નાના વાહનચાલકો માટે ફરી આ બ્રિજ શરૂ કરાયો હતો. બ્રિજ પર કંઈક મોટી ખામી સર્જાઈ હોવાથી તો ચેક કરવા માટે ભારદારી વાહનો માટે બંધ રાખવામાં આવ્યો હતો. આમ વારંવાર બ્રિજ બંધ રહેતા હોબાળો મચી જવા પામ્યો હતો.
Jan 01, 2026 07:24 pm
અમદાવાદના આંબાવાડીમાં મોટી દુર્ઘટના
અમદાવાદના આંબાવાડીમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. નંદિની કન્સ્ટ્રક્શન સાઈટ પર ત્રણ શ્રમિકો નીચે પટકાતા બેના મોત નિપજ્યાં છે. જ્યારે એકને ઈજા પહોંચી છે. શ્રમિકો સેન્ટિંગ પ્લેટ પરથી નીચે પટકાયા હતાં. ઈજાગ્રસ્ત શ્રમિકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Jan 01, 2026 07:00 pm
નવસારી સબજેલમાંથી 25 વર્ષ પહેલા ફરાર થયેલો આરોપી ઝડપાયો
નવસારી સબજેલમાંથી 25 વર્ષ પહેલા ફરાર થયેલો આરોપી ઝડપાયો છે. જેલમાંથી બાથરૂમની બારીના સળિયા કાપીને આરોપી ફરાર થઈ ગયો હતો.25 વર્ષ સુધી જુદાજુદા રાજ્યોમાં ઓળખ છુપાવી રહેતો હતો.મૂળ યુપીના આરોપીને નવસારી LCBએ હરિયાણાથી ઝડપ્યો છે.નવસારી LCBની ટીમે વેશપલટો કરી આરોપીને ઝડપ્યો છે.આરોપીને પકડવા પોલીસે હરિયાણામાં ભેળપૂરી પણ વેચી હતી.
Jan 01, 2026 06:36 pm
ડિસેમ્બર 2025માં ગુજરાતની GST આવકમાં 12.37%નો વધારો
ડિસેમ્બર 2025માં ગુજરાતની GST આવકમાં 12.37%નો વધારો નોંધાયો છે. રાજ્યમાં ડિસેમ્બર-2025માં 6,351 કરોડ GST આવક થવા પામી છે. ડિસેમ્બર-2024ની 5,651 કરોડ કરતા 12.37% વધુ આવક નોંધાઈ છે. ડિસેમ્બર-2025માં રાષ્ટ્રીય કક્ષાએ GST ગ્રોથ 6.1% નોંધાયો છે. ડિસેમ્બર-2025માં વેટ હેઠળ 2,711 કરોડ આવક થઈ છે. વિદ્યુત શુલ્ક હેઠળ 976 કરોડની આવક થઈ છે. રાજ્યને વ્યવસાય વેરાની 67 કરોડની આવક થઈ છે.GST, વેટ, વિદ્યુત શુલ્ક, વ્યવસાય વેરાની 10,104 કરોડની આવક થવા પામી છે. મોબાઇલ સ્ક્વૉડ દ્વારા 32.61 કરોડની આવક થઈ છે.ડિસેમ્બર-2024ના 25.42 કરોડ સામે 28.3% વધારે આવક થઈ છે.
Jan 01, 2026 06:16 pm
1107 ઈસમોને પાસા હેઠળ જેલ ભેગા કરાયા
અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકના સીધા માર્ગદર્શનમાં પીસીબી દ્વારા વર્ષ 2025માં અસામાજીક તત્વો વિરુદ્ધમાં પાસા તેમજ હદપારી જેવા અટકાયતી પગલાઓનો અસરકારક અમલ કરાવી, શહેરભરમાંથી શરીર સબંધી, મિલ્કત સબંધી, પ્રોહીબીશનની પ્રવૃતિ તથા અન્ય ગુનાહીત પ્રવૃતિ કરવા વાળા કૂલ 1107 ઈસમોને પાસા હેઠળ રાજ્યની અલગ અલગ જેલમાં ધકેલવામાં આવ્યા છે. આ ઉપરાંત 258 ઈસમો સામે તડિપાર અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે.
Jan 01, 2026 05:59 pm
વાંચો 06 વાગ્યા સુધીના મહત્વના સમાચાર
2. Rajkot News: ફરિયાદના બદલામાં રાજકોટના યુવાનને મળી ધમકી, યુવકે ઘટનાનો વીડિયો બનાવી કર્યો વાયરલ
3. LOC નજીક ડ્રોન દ્વારા શંકાસ્પદ સામગ્રી ફેંકવામાં આવી, સર્ચ ઓપરેશન કરાયું શરૂ
4. Gondal: ગણેશ જાડેજાના જન્મદિવસે રાજુ સોલંકીની હાજરી, તોડબાજ ગેંગને આપ્યો જડબાતોડ જવાબ
5. IND Vs NZ: ન્યુઝીલેન્ડે વર્ષોથી ભારતમાં ટીમ ઈન્ડિયા સામે જીતી નથી એક પણ ODI મેચ, જાણો રેકોર્ડ્સ
10. Bangladeshમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા, ટોળાએ હુમલા બાદ તેને આગ લગાવી દીધી
Jan 01, 2026 05:55 pm
આદિવાસી સમાજ ભાજપ સાથે જોડાયેલો છે.
સાંસદ ધવલ પટેલે ઉમેર્યું હતું કે, તેઓ આમ આદમી પાર્ટીમાં કૂદવા માટે આ બધા ગતકડાં કરી રહ્યાં છે. તેઓ ક્યાંય પણ જાય તેનાથી અમને કશોય ફર્ક પડતો નથી. હું આ નિવેદન તેમની રાજનીતિને ખુલ્લી પાડવા માટે આ નિવેદન આપી રહ્યો છું. એમને આદિવાસી સાથે કોઈ લેવા દેવા નથી. તેઓ પોતાનો અંગત સ્વાર્થ અને પોતાની રાજનીતિ બચાવવા માટે આવું કરી રહ્યાં છે. આદિવાસી સમાજ ભાજપ સાથે જોડાયેલો છે.
Jan 01, 2026 05:31 pm
કોંગ્રેસ સો ટકા 2027ની વિધાનસભાની ચૂંટણી હારવાની છે
સાંસદ ધવલ પટેલે કહ્યું હતું કે, વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને એવુ પણ નથી કહ્યું કે અમારી પાર્ટીના કાર્યકર્તાઓને તમે કેમ તોડો છો. આ સાબિત કરે છે કે ચૈતર વસાવા અને વાંસદાના ધારાસભ્યની સાંઠગાંઠ છે. ભાજપનો દરવાજો તો એમની માટે બંધ જ છે કારણ કે ભાજપમાં આવા હિન્દુ વિરોધી, ભારત વિરોધી અને આદિવાસી વિરોધી નેતાઓની જગ્યા નથી. જેથી વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય માટે ભાજપના દરવાજા બંધ છે. કોંગ્રેસ સો ટકા 2027ની વિધાનસભાની ચૂંટણી હારવાની છે.
Jan 01, 2026 05:06 pm
કૃષિ સહાય કૌંભાડના આરોપીએ ફિનાઇલ પીધું
કૃષિ સહાય કૌભાંડના આરોપીએ ફિનાઈલ પી લેતા ચકચાર મચી જવા પામી છે. જૂનાગઢના ભેંસાણના ખજૂરી હડમતીયામાં આ ઘટના સામે આવી છે. VCE જયેશ ખંભાળીયાએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. યુવાન સામે ખોટા ફોર્મ ભરી સરકારને છેતરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પરિવારજનોએ ભૂલથી ફોર્મ ભર્યા હોવાનો ખુલાસો થયો છે.
Jan 01, 2026 05:01 pm
બગદાણા PI ડી.વી. ડાંગરને લિવ રિઝર્વમાં મુકાયા
બગદાણાના નવનીતને માર મારવાના કેસમાં બગદાણા PI ડી.વી. ડાંગરને લિવ રિઝર્વમાં મુકાયા છે. કોળી સમાજે PIની બદલી કરવા માગ કરી હતી.8 અજાણ્યા લોકોએ નવનીતને માર માર્યાનો આક્ષેપ કર્યો છે. માયાભાઇ આહિરના દીકરા જયરાજ આહિર પર આક્ષેપ કરાયો છે.
Jan 01, 2026 04:51 pm
તાલાલામાં 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
ગીર સોમનાથના તાલાલામાં સતત ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભય ફેલાયો છે. આજે 2.6ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ 23 કિ.મી દૂર નોંધાયું છે. 3.59 કલાકે ભૂકંપનો આંચકો નોંધાયો હતો.
Jan 01, 2026 04:40 pm
ફ્લાવર શોની ગીનીશ બુક વર્લ્ડ રેકોર્ડમાં એન્ટ્રી
અમદાવાદના ફ્લાવરશોને સતત ત્રીજી વખત ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આ ફ્લાવર શોમાં 30 મીટરનું ફ્લાવર મંડળ બનાવવામાં આવ્યું છે. સરદાર વલ્લભભાઇ પટેલનું ફૂલ ચિત્ર બનાવાયું છે. હવે અમદાવાદ મહાનગર પાલિકાને ગિનિશ બુક વર્લ્ડ રેકોર્ડ તરફથી સર્ટિફિકેટ મળશે.
Jan 01, 2026 04:35 pm
79513 પ્રવાસીઓએ સફેદ રણનાં સૌંદર્યને માણ્યું
આ વખતે કચ્છમાં વરસાદની સીઝન લાંબી ચાલી હતી જેને કારણે રણમાં પણ પાણી ભરાઇ જતાં રણોત્સવ દસથી પંદર દિવસ મોડો એટલે કે,23 નવેમ્બરથી પ્રારંભ થયા બાદ પ્રારંભિક દિવસોમાં પ્રવાસીઓની સંખ્યા ઓછી રહી હતી.પરંતુ નાતાલના વેકેશન દરમ્યાન કચ્છનાં સફેદ રણ સહિતનાં પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે.રણોત્સવ શરૂ થયાને આજ સુધીમાં 38 દિવસમાં 79513 પ્રવાસીઓએ સફેદ રણનાં સૌંદર્યને માણ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.ભુજનાં પ્રાંત અધિકારી ડૉ.અનિલ જાદવે જણાવ્યું હતું કે,સફેદ રણ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ તંત્ર દ્વારા પ્રવાસીઓને પરમિટ આપવામાં આવી રહી છે.
Jan 01, 2026 04:14 pm
રાજ્યમાં પાંચ વર્ષમાં 6.33 લાખ રેશનકાર્ડ રદ કરાયા
ગુજરાતમાં રેશનકાર્ડ મુદ્દે રાજ્યસભામાં વિગતો જાહેર થઈ હતી. રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં 6.33 લાખ રેશનકાર્ડ રદ કરવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં 75.17 લાખ રેશનકાર્ડ સક્રિય છે. રાજ્ય સભામાં રદ થયેલા રેશનકાર્ડના આંકડા પણ જાહેર કરાયા હતાં.
Jan 01, 2026 03:51 pm
સુરતમાં 15 ગ્રામ MD ડ્રગ્સ સાથે આરોપી ઝડપાયો
સુરતમાં 15 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે આરોપી આમિર શેખ ઝડપાઈ ગયો છે. પોલીસે કૂલ બે લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી સામે અગાઉ હત્યાનો ગુનો નોંધાયો હતો.સલાબતપુરા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
Jan 01, 2026 03:47 pm
ભાવનગરના મહુવામાં હુમલા બાદ કોળી સમાજમાં રોષ
નવનીત બાલઘીયા પર હુમલાથી કોળી સમાજમાં રોષ, મહુવાના બગદાણા ગુરુ આશ્રમના સેવક છે બાલઘીયા, કોળી સમાજના લોકો પીડિતને મળવા હોસ્પિટલ પહોંચ્યા, મહુવા, રાજુલા, તળાજાના ધારાસભ્યોએ લીધી મુલાકાત, 29 ડિસેમ્બરે નવનીત બાલઘીયા પર હુમલો થયો હતો, પીડિતનો માયા આહીરના દીકરા જયરાજ પર આરોપ, જયરાજે હુમલો કરાવ્યાનો પીડિતે લગાવ્યો છે આરોપ, પોલીસની ભૂમિકા શંકાસ્પદ હોવાનો કર્યો છે આક્ષેપ.
Jan 01, 2026 03:44 pm
ભાવનગર અમદાવાદ નેશનલ હાઈવે પર અકસ્માત
ટ્રક ચાલકે મહિલાને અડફેટે લેતા મોત, ટ્રક ચાલક મહિલાને ટક્કર મારી થયો ફરાર, ફૂટપાથ બેઠેલી મહિલાને ટ્રક ચાલકે ફંગોળી, ટ્રકની અડફેટે સગર્ભા મહિલાનું નીપજ્યું મોત, મહિલા ભાવનગર સિવિલમાં ચેકઅપ માટે આવી હતી.
Jan 01, 2026 03:35 pm
અંબાજી મંદિર પર ચડતી ઘ્વજાને લઇ મહત્વનો નિર્ણય
મંદિર પર 5 મીટર લંબાઈ સુધીની ધજા જ ચડાવી શકાશે, 5 મીટરથી લાંબી ઘ્વજા શિખર પર ચડાવી શકાશે નહીં, 5 મીટરથી લાંબી ઘ્વજા માંના ચરણોમાં કરી શકાશે અર્પણ, વર્ષો જુના દવજ દંડ, સુવર્ણ શિખરની જાળવણી કરાશે, અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય.
Jan 01, 2026 03:24 pm
સુરેન્દ્રનગરમાં ED રેડ કેસના આરોપીને કોર્ટમાં લવાયો
ચંદ્રસિંહ મોરીને અમદાવાદની ED કોર્ટમાં લવાયો, પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ જજની કોર્ટમાં રજૂ કરાયો, રિમાન્ડ પૂર્ણ થતા ચંદ્રસિંહ મોરીને કોર્ટમાં કરાયો રજૂ, આરોપી 1 જાન્યુઆરી સુધીના રિમાન્ડ પર છે, EDએ આરોપીની દિલ્હીમાં કરી છે પૂછપરછ.
Jan 01, 2026 03:14 pm
ચૌદશ અને પૂનમની રાત્રિએ ચાચર ચોકમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને ૧૦૧ યજમાનો દ્વારા મહાશક્તિ યજ્ઞ કરવામાં આવશે
૨૧૦૦ કિલો સુખડી પ્રસાદ વિતરણ કરવામાં આવશે. અંબિકા અન્નક્ષેત્ર ખાતે વિનામૂલ્યે મિષ્ટાન સહિતનું ભોજન આપવામાં આવશે. ચાચર ચોક ખાતે પ્રસાદના વધારાના કાઉન્ટર ખોલવામાં આવશે. માતાજીને શાકંભરી પૂનમ નિમિત્તે શાકભાજીનો અન્નકૂટ ધરાવવામાં આવશે. મહાશક્તિ યજ્ઞનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ બેઠકમાં દાંતા વિભાગના નાયબ પોલીસ અધિક્ષકવી. બી. બારડ, અંબાજી મંદિરના એસ્ટેટ ઓફિસર પાયલબેન પટેલ , અંબાજી પોલીસ ઇન્સ્પેક્ટર સી. એફ . ઠાકોર, દાંતા રીડર પોલીસ ઇન્સ્પેક્ટર એલ. જી દેસાઈ, અંબાજી ધાર્મિક ઉત્સવ સમિતિના પ્રમુખ સુનિલભાઈ અગ્રવાલ તથા અન્ય અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા તેમ મંદિર ટ્રસ્ટ વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.
Jan 01, 2026 03:14 pm
યાત્રાધામ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર છે
પોષસુદ પુનમ એટલે આદ્યશક્તિમાં જગદંબાનો પ્રાગટ્ય દિન. માતાજીનાં પ્રાગટ્ય દિન નિમિત્તે દર વર્ષે મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવે છે. માં અંબાના પ્રાગટ્ય ઉત્સવ નિમિતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ, અંબાજી ધ્વારા પોષી પુનમ મહોત્સવ આયોજીત કરવામાં આવનાર છે. ગબ્બર ખાતેથી જ્યોત લાવી, શક્તિદ્વાર ખાતેથી ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન કરાવશે. પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે ૪૦ થી વધુ ઝાંખીઓ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
Jan 01, 2026 03:13 pm
3 જાન્યુઆરી 2026ના રોજ યાત્રાધામ અંબાજી ખાતે માતાજીના પ્રાગટ્ય દિનની ઉજવણી કરાશે
યાત્રાધામ અંબાજી ખાતે આગામી તા.૦૩/૦૧/૨૦૨૬ ના રોજ માતાજીના પ્રાગટ્ય દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. પોષી પૂનમ આયોજનના ભાગરૂપે અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ, યાત્રાળુઓને સુલભ દર્શન સુવિધા ઉપલબ્ધ કરાવવા વિશેષ પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક મેનેજમેન્ટ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવશે.
Jan 01, 2026 02:47 pm
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
03 - Valsad News : વલસાડના ઉમરગામમાં થયો ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, ઘટનામાં કોઈ જાનહાની નહી
05 - Surat News : સુરત શહેરમાં ભર શિયાળે કમોસમી વરસાદ ખાબકયો, ખેડૂતોને ફરી પડતા પર પાટુ જેવી સ્થિતિ
06 - World News : ઈરાનમાં સરકાર વિરુદ્ધ બળવો, 21 પ્રાંતોમાં ઉગ્ર વિરોધ
07 - Nana Patekarએ માત્ર 750 રૂપિયામાં કર્યા હતા લગ્ન, મહિનાની કમાણી હતી 50 રૂપિયા!
08 - 2026ને લઇને બાબા વાંગાની ભયજનક આગાહી !
Jan 01, 2026 02:30 pm
જંબુસરમાં રખડતા શ્વાનનો આંતક
ભરૂચના જંબુસરના કસ્બા અને કુંભારવાડ વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે જેના કારણે બાળકો અને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે, સ્થાનિકોનું કહેવું છે કે, રખડતા શ્વાનના કારણે બહાર નીકળતા બીક લાગે છે, શ્વાન ગમે ત્યારે આવીને બચકું ભરી દે છે, તો બાળકોને ઘરની બહાર પણ નીકળવામાં બીક લાગે છે, ત્યારે જંબુસર પાલિકા જરા આ સ્થિતિ જુઓ અને સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ લાવો તે જરૂરી બન્યું છે.
Jan 01, 2026 02:29 pm
ભરૂચના જંબુસરમાં 12 બાળકો પર રખડતા શ્વાને કર્યો હુમલો, ઇજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા
ભરૂચના જંબુસરમાં 12 બાળકો પર રખડતા શ્વાને હુમલો કર્યો હોવાની વાત સામે આવી છે, કસ્બા અને કુંભારવાડ વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. ભરૂચના જંબુસરમાં રખડતા શ્વાને બાળકો પર હુમલો કર્યો છે અને હુમલામાં બાળકોને પગ તેમજ ગાલ પર ગંભીર ઇજા પહોંચી છે, ઇજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે અને રખડતા શ્વાનને પાલિકા ઝડપથી પકડે તેને લઈ રજૂઆત પણ કરવામાં આવી છે, પણ તંત્રના કાને હજી સુધી આ રજૂઆત પહોંચી નથી.
Jan 01, 2026 02:19 pm
બુલેટ ટ્રેનને લઇ સૌથી મોટા સમાચાર
15 ઓગસ્ટ 2027એ દોડશે બુલેટ ટ્રેન, રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત, વર્ષ 2027માં દોડશે દેશની પ્રથમ બુલેટ ટ્રેન, 15 ઓગસ્ટના રોજ શરૂ કરવાની તૈયારીઓ તેજ, સુરતથી બિલીમોરા વચ્ચે પ્રથમ ટ્રાયલ રન સફળ, હાઈ - સ્પીડ રેલ પ્રોજેક્ટનું કામ પુરજોશમાં શરૂ, અમદાવાદ અને મુંબઈ વચ્ચેનું અંતર ઘટશે.
Jan 01, 2026 01:54 pm
સૌરાષ્ટ્ર ઝોન વાયબ્રન્ટ સમિટને લઇને તૈયારીઓ
પ્રભારી મંત્રી જીતુ વાઘાણી રાજકોટની મુલાકાતે, 11 જાન્યુઆરીએ PM રોડ શો કરે તેવી શક્યતા, મંત્રી વાઘાણીની કલેક્ટર કચેરીએ મહત્વની બેઠક, સહ પ્રભારી, સાંસદ, રેન્જ આઇજી પણ હાજર, વિવિધ વિભાગના અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત, 11, 12, 13 જાન્યુ.એ વાયબ્રન્ટ સમિટનું આયોજન, મારવાડી યુનિ.માં સૌરાષ્ટ્ર ઝૌન વાયબ્રન્ટ સમિટ યોજાશે, 11 તારીખે બપોરે PM રાજકોટ પધારશે : જીતુ વાઘાણી, જૂના એરપોર્ટથી ઉતરીને ભવ્ય સ્વાગત થશે: જીતુ વાઘાણી, રોડ શો યોજશે તેનું પ્લાનિંગ થઈ રહ્યું છે : જીતુ વાઘાણી, મારવાડી કોલેજમાં કાર્યક્રમ યોજવામાં આવશે: વાઘાણી, પાર્ટનર કન્ટ્રી તરીકે યુક્રેન, દક્ષિણ કોરિયાના દેશો જોડાશે, 6000થી વધુ રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે: જીતુ વાઘાણી, 26400 ચોરસ મીટરમાં પ્રદર્શન યોજાશે: વાઘાણી, મહેસાણા સમિટ કરતા મોટું સમિટ બનશે : વાઘાણી, તમામ ક્ષેત્રના લોકોને જોડવામાં આવશે: વાઘાણી, કરોડો રૂપિયાના MOU કરવામાં આવશે: વાઘાણી, સ્વદેશીની થીમ પર PM મોદીનું સ્વાગત કરાશેઃ વાઘાણી, 22 દેશના લોકોએ વાયબ્રન્ટ સમીટમાં રજિસ્ટ્રેશન કરાવ્યું : વાઘાણી, રાઉન્ડ ટેબલ બેઠકો પણ કરવામાં આવશેઃ વાઘાણી.
Jan 01, 2026 01:53 pm
દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન દોડશે
કોલકાતા અને ગુવાહાટી વચ્ચે શરૂ થશે ટ્રેન સેવા, PM મોદી આગામી દિવસોમાં આપશે લીલી ઝંડી, વિમાન કરતા પણ ઓછું હશે મુસાફરીનું ભાડું, રેલવે માટે વર્ષ 2026 સુધારાનું વર્ષ રહેશે, પ્રાદેશિક ભોજન અને ખાસ સુવિધાઓનો મળશે લાભ, 16 કોચ ધરાવતી ટ્રેન મુસાફરોને આરામ આપશે.
Jan 01, 2026 01:48 pm
મેળામાં વિવિધ અખાડાઓ દ્વારા પરંપરાગત રાવટીઓ નાખવામાં આવશે
જ્યાં સતત ભજન અને ભોજન (અન્નક્ષેત્ર) ની સરવાણી વહેશે. મહાશિવરાત્રીની મધ્યરાત્રીએ સાધુ-સંતોની ભવ્ય રવેડી નીકળશે, જેમાં અદ્રશ્ય શક્તિઓ અને સિદ્ધ પુરુષોની ઉપસ્થિતિ હોવાની માન્યતા છે, રવેડીના અંતે સાધુઓ અને નાગા સંન્યાસીઓ મૃગીકુંડમાં શાહી સ્નાન કરશે. એવી શ્રદ્ધા છે કે, સ્વયં મહાદેવ અને ગુપ્ત તપ કરતા સંતો આ કુંડમાં સ્નાન કરવા પધારે છે, આ મેળો સનાતન ધર્મનો સંદેશ વિશ્વભરમાં પહોંચાડશે અને લાખો શ્રદ્ધાળુઓ ગિરનારની ગોદમાં શિવમય બનશે જેનો લાભ લેવા આહવાન કર્યું છે.
Jan 01, 2026 01:48 pm
જૂનાગઢના ગિરનારની પવિત્ર તળેટીમાં આ વર્ષે મહાશિવરાત્રીનો મેળો ‘મિની કુંભ’ તરીકે ઉજવાશે
જૂનાગઢના ગિરનારની પવિત્ર તળેટીમાં આ વર્ષે મહાશિવરાત્રીનો મેળો ‘મિની કુંભ’ તરીકે ભવ્ય રીતે ઉજવાશે, આ દિવ્ય મહોત્સવ 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી 2026 દરમિયાન યોજાશે. ગુજરાત સરકાર અને સાધુ-સંતોના સંયુક્ત પ્રયાસોથી આ મેળાને સત્તાવાર રીતે ‘મિની કુંભ’ જાહેર કરવામાં આવ્યો છે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ પ્રશાસન દ્વારા વિશ્વ કક્ષાની સુવિધાઓ અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગિરનાર મંડળના અધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુ અને મહેન્દ્રાનંદગીરી બાપુએ તમામ ભાવિકોને આમંત્રણ પાઠવ્યું છે.
Jan 01, 2026 01:31 pm
કમોસમી વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી
દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી, 24 કલાક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહેશે, કાલથી લઘુતમ તાપમાનમાં 2થી 4 ડિગ્રી ઘટશે, આવતીકાલથી ઠંડીમાં વધારો થશેઃ હવામાન, સુરત, નવસારી, ડાંગમાં હળવા વરસાદની આગાહી,તાપી, વલસાડ, દમણમાં હળવા વરસાદની આગાહી, ઉત્તરથી ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડી વધશે.
Jan 01, 2026 01:18 pm
લખનઉમાં તસ્કરો આખું ટ્રાન્સફોર્મર ચોરી ગયા
મોહન રોડ સ્થિત સલેમપુર પટોરા વિસ્તારની ઘટના, 10 હજાર પરિવારોએ અંધારામાં રાત વિતાવી, 18 કલાક સુધી વીજ પુરવઠો ખોરવાયો, વીજળી ગુલ થતા સ્થાનિકો પરેશાન, પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો, લાંબા સમય બાદ વીજળી પુનઃ સ્થાપિત, ચોરીની ઘટનાથી વીજતંત્ર દોડતું થયું.
Jan 01, 2026 01:05 pm
જેતપુરના ધોરાજી રોડ ઉપર મહિલાઓની જનતા રેડ
મહિલા સંચાલિત દેશી દારૂના અડ્ડા ઉપર જનતા રેડ, જનતા રેડમાં દેશી દારૂની પોટલીઓ મળી, દેશી દારૂનું વેચાણ બંધ કરવા સ્થાનિકોની માંગ, પોલીસે મહિલા બુટલેગરની અટકાયત કરી.
Jan 01, 2026 12:46 pm
12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે : અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલનું કહેવું છે કે, 30 ડિસ્મેબરથી 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે અને લઘુતમ તાપમાન 8 ડિગ્રીથી પણ નીચું જશે, નવેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપની શક્યતા રહેલી છે અને વિક્ષેપના કારણે ન્યૂનતમ-મહત્તમ તાપમાન ઘટશે, 28 ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષા થઈ શકે છે, આ વખતે હાડ થીજવતી ઠંડી દેશભરમાં પડવાની શકયતા છે અને દિવાળીના સમય દરમિયાન પ્રોપર ઠંડી બેસી જશે અને તેનો અહેસાસ શહેરીજનોને થઈ શકે છે.
Jan 01, 2026 12:46 pm
ખેડૂતોને પાક સંરક્ષણના પગલાં લેવા સૂચના : અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની સૂચના ખેડૂતોને છે કે, ઘઉં, શાકભાજીના પાકોમાં ફૂગ આવવાની શક્યતા છે અને જીરાના પાકોમાં અસર થઈ શકે છે, ખેડૂતોએ પાક સંરક્ષણના પગલાં લેવા જરૂરી છે અને ભેજના કારણે રોગ આવવાની શક્યતા છે.
Jan 01, 2026 12:45 pm
વાદળછાયું વાતાવરણ થતા ઠંડી ઘટશે : અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન છે કે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ઠંડી ઘટી શકે છે અને 10 જાન્યુઆરીથી પવન ફૂંકાતા ઠંડી વધશે અને ઉત્તરાયણના બે દિવસ દરમિયાન પવન ફૂંકાશે. જાન્યુઆરીના પ્રથમ બે સપ્તાહમાં ઠંડી પડશે અને ઉ.ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 12 ડીગ્રી સુધી જશે અને નલિયામાં પણ ઠંડીનો ચમકારો જોવા મળશે, ઉત્તરના પર્વતિય પ્રદેશોમાં હિમવર્ષાથી ઠંડી વધશે.
Jan 01, 2026 12:45 pm
જૂનાગઢ, રાજકોટ, મોરબીમાં ઠંડીનો ચમકારો રહેશે : અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, કચ્છના નલિયામાં ઠંડા પવનો ફૂંકાશે અને નલિયામાં પારો 10 ડિગ્રીથી નીચે જઈ શકે છે અને ઉત્તરાયણમાં પવન સાનુકુળ રહેશે અને સવારે 5 થી 6 કિમી પ્રતિ ઝડપે પવન ફૂંકાશે અને 18 થી 21 જાન્યુઆરીએ પશ્ચિમી વિક્ષેપ આવશે અને પશ્ચિમી વિક્ષેપ આવતા રાજ્યમાં હવામાન પલટાશે અને લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જઈ શકે છે અને 24 જાન્યુઆરીથી ઠંડીનો ચમકારો વધશે.
Jan 01, 2026 12:45 pm
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડીની વચ્ચે વરસાદની કરી આગાહી, કહ્યું, આજે કેટલાક વિસ્તારમાં પડી શકે છે વરસાદ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડીની વચ્ચે વરસાદની આગાહી કરી છે અને આજે કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે, 2 થી 4 જાન્યુઆરી ઠંડીનો ચમકારો રહેશે અને ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે બરફવર્ષા થશે, ઉત્તર ભારતમાં શીત લહેરથી ગુજરાતમાં ઠંડી વધશે અને 4 જાન્યુઆરી બાદ નબળો પશ્ચિમિ વિક્ષેપ આવશે અને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઠંડીનો ચમકારો રહેશે.
Jan 01, 2026 12:26 pm
એમ્સ્ટરડેમની ઐતિહાસિક વોન્ડેલકર્ક ચર્ચમાં આગ
નવા વર્ષની ઉજવણી દરમિયાન સર્જાઈ દુર્ઘટના, આગ લાગવાનું કારણ હજુ અકબંધ, આગ લાગવા મુદ્દે તપાસ શરુ કરી, 150 વર્ષ જૂની ઇમારત બચાવી શકાઈ નથી - ફાયરવિભાગ.
Jan 01, 2026 12:25 pm
30 ડિસેમ્બર 2025ના રોજ દીવમાં ઘરમાં થયો સિલિન્ડર બ્લાસ્ટ
કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા વિસ્તારમાં સાંજના સમયે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાની એક ભયાનક ઘટના સામે આવી હતી. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આ આગમાં એક ગરીબ પરિવારની આખી જિંદગીની મૂડી અને સમાન ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. દીવના ઘોઘલામાં આવેલા મીઠાબાવા વિસ્તારમાં રહેતા કંચનબેન પ્રવિણભાઈના ભાડાના મકાનમાં ગઇકાલે સાંજે આશરે સવા સાત વાગ્યાની આસપાસ આ દુર્ઘટના ઘટી હતી.
Jan 01, 2026 12:25 pm
ગેસ સિલિન્ડર બ્લાસ્ટના CCTV ફૂટેજ આવ્યા સામે
તો જે સમયે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો તે સમયે લોકો દોડીને ઘરની બહાર આવી ગયા હતા અને સમગ્ર ઘટનામાં ફાયર વિભાગ પણ સ્થળ પર પહોંચ્યું હતુ. લોકોએ ઘરની અંદર રહેલા લોકોને બહાર કાઢયા હતા અને મહત્વની વાત તો એ છે કે, ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયા બાદ કોઈ આગ લાગી ન હતી એટલે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, ઘરમાં રહેલ ઘરવખરીને પણ મોટું નુકસાન થયું હોવાની વાત સામે આવી છે, ત્યારે આ કેસમાં પોલીસે પણ જાણવાજોગ નોંધી છે.
Jan 01, 2026 12:25 pm
વલસાડના ઉમરગામમાં થયો ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, ઘટનામાં કોઈ જાનહાની નહી
વલસાડના ઉમરગામમાં આવેલ ગોકુલધામમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બની છે અને આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી તેવા સમાચાર સામે આવ્યા છે. વલસાડના ઉમરગામમાં આવેલ ગોકુલધામમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બની છે અને ગાંધીવાડી ગોકુલધામ વિસ્તારમાં ઘટના બની હોવાની વાત સામે આવી છે, ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી સર્જાઇ હતી અને રસોઈ બનાવતા હતા તે સમયે આ ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
Jan 01, 2026 12:02 pm
સ્વિત્ઝર્લેન્ડમાં બારમાં મોટો વિસ્ફોટ
ક્રેન્સ મોન્ટાના બારમાં મોટો વિસ્ફોટ, વિસ્ફોટમાં અનેક લોકોના મોતની આશંકા, નવા વર્ષની ઉજવણી સમયે વિસ્ફોટ થયો.
Jan 01, 2026 12:01 pm
પાટણમાં યોજાઇ ઠાકોર સમાજની બેઠક
કુરિવાજોને દૂર કરવા અનેક મહત્વપૂર્ણ નિર્ણયો, 16 જેટલા નવા નિયમો જાહેર કરવામાં આવ્યા, ભાગીને લગ્ન કરનારને સમાજ સ્વીકારશે નહીં, લગ્ન પ્રસંગમાં DJ-સનરૂફ ગાડી પર પ્રતિબંધ, લગ્ન લખવાની પ્રથા, હલ્દી, ઓઢમણા જેવી પ્રથાઓ બંધ, જમણવારમાં એક જ મીઠાઈ પીરસવાનો નિર્ણય, સગાઈના પ્રસંગમાં 21 વ્યક્તિ જ જઈ શકશે, મામેરામાં રૂ. 11,000થી 1,51,000 સુધીનું રોકડ ઓઢામણું, સામાજિક પ્રસંગમાં નશાકારક વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ, બનાસકાંઠામાં 4 જાન્યુ.એ ઠાકોર સમાજનું મહાસંમેલન, ઓગાડમાં યોજાશે ઠાકોર સમાજનું મહાસંમેલન.
Jan 01, 2026 11:58 am
પાટણમાં હોટલમાં ખાવા બાબતે અથડામણ
હારીજના હડીયા ગામે બે જૂથ વચ્ચે અથડામણ, ખાદ્યા બાદ પૈસા આપવા બાબતે થઈ માથાકૂટ, બે જૂથ વચ્ચે સામસામે મારામારી થઈ, પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી.
Jan 01, 2026 11:55 am
ફ્લાવર શોની યાત્રા ભવ્ય પ્રવેશદ્વારથી શરૂ થશે
જ્યાં બે વિશાળ ફૂલોના સિંહો મુલાકાતીઓનું સ્વાગત કરશે. આ સિંહો ભારતની હિંમત, ગૌરવ અને અડગ આત્માનું પ્રતીક બની રહેશે. પ્રવેશ ઝોનમાં કમળના ફાઉન્ટેન દ્વારા રાષ્ટ્રીય ગૌરવને ફૂલોથી સજાવી રજૂ કરવામાં આવશે, જે સમગ્ર પ્રદર્શનના થીમને અનુરૂપ ગૌરવસભર વાતાવરણ સર્જશે. પ્રદર્શનમાં ભારતના વિવિધ ઉત્સવોને સમર્પિત વિશેષ ઝોન પણ તૈયાર કરવામાં આવ્યો છે. અહીં ફૂલકળાના માધ્યમથી દિવાળીના પ્રકાશ અને આશાનો સંદેશ, હોળીના રંગો અને ઉલ્લાસ, ઓણમની પરંપરાગત સૌમ્યતા અને બિહુના લયબદ્ધ ઉત્સવોને જિવંત સ્વરૂપ આપવામાં આવશે. આ ઝોન ભારતની સાંસ્કૃતિક વિવિધતાને ઉજાગર કરી એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવશે. તે સાથે જ બાળકો માટે વિશેષ રંગીન અને આનંદમય ઝોન પણ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં કાર્ટૂન પાત્રો દ્વારા બાળકો માટે મનોરંજન અને કલ્પનાનું વિશ્વ સર્જવામાં આવશે.
Jan 01, 2026 11:54 am
ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ-૨૦૨૬નાં મહત્ત્વનાં આકર્ષણો
•ભારતની પૌરાણિક ધરોહરને રજૂ કરતો શાશ્વત ભારત ઝોન અને ૩૦ મીટર વ્યાસનું ભવ્ય ફૂલ મંડળ ફ્લાવર શૉના મહત્ત્વનાં આકર્ષણો
•દેશની હાઈ-સ્પીડ રેલ, નવીનીકરણીય ઊર્જા, સ્પોર્ટ્સ ક્ષેત્રની સિદ્ધિઓ, અંતરિક્ષ ટેકનોલોજી અને શિક્ષણ ક્ષેત્રમાં પ્રાપ્ત થયેલી સિદ્ધિઓને ફૂલોના માધ્યમથી રજૂ કરાઈ
Jan 01, 2026 11:54 am
ચાઇલ્ડ કૅર યુનિટ ઉપરાંત ફૂડ સ્ટોલ મુલાકાતીઓનાં આકર્ષણનાં કેન્દ્ર બની રહેશે
જેમાં પ્રાચીન જ્ઞાન, ઉત્સવોનો ઉલ્લાસ, કલાત્મક તેજસ્વિતા અને આધુનિક વિકાસની ગાથા સામેલ છે. મુલાકાતીઓને એક ઝોનમાંથી બીજા ઝોનમાં આગળ વધવાની સાથે પ્રાચીનથી અર્વાચીન ભારતની સમગ્ર સમયયાત્રાનો અનુભવ થશે. અહીં ‘વિવિધતામાં એકતા’ની ભાવનાને નજીકથી અનુભવી શકશે. વધુમાં, ખાસ ઑડિયો ગાઇડ પણ બનાવવામાં આવ્યા છે. ફ્લાવર શૉમાં વિવિધ સ્થળ પર ક્યૂઆર કોડ સ્કેન કરી ફૂલ, સ્કલ્પચર અને ઝોન વિષેની માહિતી મેળવી શકાશે. આ સિવાય, સોવેનિયર શોપ, નર્સરી, ચાઇલ્ડ કૅર યુનિટ ઉપરાંત ફૂડ સ્ટોલ મુલાકાતીઓનાં આકર્ષણનાં કેન્દ્ર બની રહેશે.
Jan 01, 2026 11:54 am
સ્ત્રી સશક્તીકરણ’ની થીમ પર તૈયાર કરવામાં આવ્યું સ્કલ્પચર
આ પ્રદર્શનમાં ‘સ્ત્રી સશક્તીકરણ’ની થીમ પર તૈયાર કરવામાં આવેલા સ્કલ્પચરનું પણ મુખ્યમંત્રીના હસ્તે અનાવરણ કરાયું હતું. વધુમાં, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રીય એકતા માટેના યોગદાનને સન્માન આપતું વિશ્વનું સૌથી મોટું ફૂલ ચિત્ર ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ માટે તૈયાર કરાયું છે. તદુપરાંત, યુનેસ્કો દ્વારા જાહેર ‘વિશ્વની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર- દિવાળી’ પર વિશેષ કૃતિ પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. ઉલ્લેખનીય છે કે, પ્રદર્શનના વિવિધ ઝોન ભારતના અલગ-અલગ આયામોને ઉજાગર કરશે.
Jan 01, 2026 11:54 am
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે જામ્યો ફૂલોનો મેળો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 'અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ ૨૦૨૬'નો શુભારંભ કરાવ્યો હતો. ‘ભારત એક ગાથા’ થીમ પર ઇન્ટરનેશનલ ફ્લાવર શૉની આ ૧૪મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતની સમૃદ્ધ, વૈવિધ્યસભર અને ગૌરવસભર સંસ્કૃતિને રજૂ કરતાં આ ભવ્ય ઉત્સવને આગામી તા. ૨૨ જાન્યુઆરી સુધી માણી શકાશે. આ પ્રસંગે ઊર્જામંત્રી ઋષિકેશભાઇ પટેલ તેમજ શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. 'અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ-૨૦૨૬’ના શુભારંભ બાદ મુખ્યમંત્રી સહિત તમામ ઉપસ્થિત મહેમાનોએ ફ્લાવર શૉનાં વિવિધ ઝોનની મુલાકાત લઈને વિવિધ આકર્ષણો નિહાળ્યા હતા. આ ઉપરાંત, અનેકવિધ ફ્લાવર સ્કલ્પચરને સૌએ બિરદાવ્યા પણ હતા.
Jan 01, 2026 11:39 am
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
01 - Surat News : સુરત શહેરમાં ભર શિયાળે કમોસમી વરસાદ ખાબકયો, ખેડૂતોને ફરી પડતા પર પાટુ જેવી સ્થિતિ
04 - Ahmedabad News : અમદાવાદની હવા બની ઝેરીલી, થલતેજ વિસ્તારમાં સૌથી વધારે પ્રદૂષણ નોંધાયું
08 - Gold Silver Price Today: નવા વર્ષે સોનું સસ્તુ કે મોંઘુ? જાણો 1લી જાન્યુઆરીનો લેટેસ્ટ રેટ
09 - Canadaમાં એર ઈન્ડિયાના પાઇલટની અટકાયત, ટેકઓફ પહેલાં દારૂ પીધા હોવાનો ગંભીર આરોપ
Jan 01, 2026 11:34 am
ઈરાનના તેહરાનમાં સુરક્ષાદળ- ઝેનઝી વચ્ચે ઘર્ષણ
ઈરાનના 17 પ્રાંતોમાં શાળાઓ-ઓફિસો બંધ કરાઈ, મોંઘવારી સામેનું આંદોલન હવે સત્તા વિરોધી બન્યું, મશહદ અને ઈસ્ફહાન સહિતના શહેરોમાં ઉગ્રપ્રદર્શન, ઈરાની યુવા પેઢી રસ્તા પર ઉતરી આવી, આર્થિક ગેરવહીવટ સામે ઈરાનમાં જનતાનો ભારે આક્રોશ, ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શનોએ લીધું ઉગ્ર સ્વરૂપ, સમગ્ર રસ્તાઓ પર ઉતરી આવ્યા હજારો લોકો, ઈસ્લામિક શાસન વિરુદ્ધ જનતામાં ફાટી નીકળ્યો આક્રોશ.
Jan 01, 2026 11:31 am
સૌરાષ્ટ્ર ઝોન વાયબ્રન્ટ સમિટને લઇને તૈયારીઓ
પ્રભારી મંત્રી જીતુ વાઘાણી રાજકોટની મુલાકાતે, સમિટમાં PM મોદી રોડ શો કરે તેવી શક્યતા, મંત્રી વાઘાણીની કલેક્ટર કચેરીએ મહત્વની બેઠક, સહ પ્રભારી, સાંસદ, રેન્જ આઇજી પણ હાજર, વિવિધ વિભાગના અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત, 10, 11, 12 જાન્યુ.એ વાયબ્રન્ટ સમિટનું આયોજન, મારવાડી યુનિ.માં સૌરાષ્ટ્ર ઝૌન વાયબ્રન્ટ સમિટ યોજાશે.
Jan 01, 2026 11:26 am
અમરેલીના ધારીમાં માનવ કંકાલ મળ્યું
ભાડેર ગામની સીમમાંથી માનવ કંકાલ મળ્યું, હત્યા કરી દાટેલ માનવ કંકાલને લઇ તપાસ, જમીનમાં દાટેલ માનવ કંકાલ મળતા ચકચાર, પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી.
Jan 01, 2026 10:40 am
વિરમગામ પોલીસે ઠગ ટોળકીના એક સાગરીતને દબોચી લીધો
અમદાવાદ જિલ્લા ગ્રામ્યમાં મ્યુલ બેન્ક એકાઉન્ટના ઉપયોગ કરી સાયબાર ફોડ આચરનાર ટોળકી વિરૂદ્ધ વિરમગામ શહેર પોલીસે તપાસ કરી એક આરોપીની ધરપકડ કરી છે. અમદાવાદ જિલ્લા ગ્રામ્યમાં મ્યુલ બેન્ક એકાઉન્ટના ઉપયોગ કરી સાયબાર ફોડ આચરનાર ટોળકી વિરૂદ્ધ વિરમગામ શહેર પોલીસે તપાસ કરી એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે અન્ય એક આરોપીની શોધ ચલાવાઈ રહી છે.
Jan 01, 2026 10:39 am
31 ડિસેમ્બર 2025ની રાત્રીએ વિરમગામમાં 30થી વધુ લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા
વિરમગામમાં દારૂ પીધેલા 30થી વધુ ઝડપાયા હોવાની વાત સામે આવી છે, નવા વર્ષમાં પાર્ટી ઉજવણી દરમિયાન પોલીસની ડ્રાઈવ સામે આવી હતી અને પીધેલાઓની સરકારી હોસ્પિટલમાં મેડીકલ ચેકઅપની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. અમદાવાદ ગ્રામ્યના વિરમગામમાં 30થી વધુ દારૂ પીધેલા ઝડપાયા હતા અને 31 ડિસેમ્બરને લઈ પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ યોજી હતી, વિરમગામ શહેર અને નળસરોવર પોલીસે પીધેલાઓને ઝડપી પાડયા હતા, તો મોડી રાત સુધી સરકારી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપની પણ કાર્યવાહી કરવામાં આવી હતી.
Jan 01, 2026 10:25 am
વડોદરામાં વાસણા રોડ પર પાઇપો નાખતા હાલાકી
રોડ પર પાઇપો નાખી દેતા વાહન ચાલકો અટવાયા, સાઈન બોર્ડ વિના પાઇપો નાખી દેતા અકસ્માતનો ભય, સ્થાનિક અગ્રણી વસીમ શેખે કોન્ટ્રાકટરનો ઉધડો લીધો, અકસ્માત થાય તો જવાબદારી કોની તેને લઇ ઉધડો લીધો, વીજ કંપની દ્વારા 66 કેવી લાઈન નાખવાની કામગીરી, દિવસે ટ્રાફિક હોવાથી રાત્રે કામગીરી ચાલુ કરાઈ હતી.
Jan 01, 2026 10:18 am
જામનગરના સચાણા ગામમાં જૂથ અથડામણમાં હત્યા
પૈસાની લેતીદેતીમાં બે જૂથ વચ્ચે ઉગ્ર અથડામણમાં હત્યા, ઉગ્ર અથડામણમાં પાઈપ સહીતના હથિયારથી હુમલો, ગઈકાલ રાત્રે થયેલી અથડામણમાં 6 થી 7 લોકો ઘાયલ, જૂથ અથડામણમાં સારવાર દરમ્યાન ઇસ્માલ સંધારનું મોત, પોલીસે હત્યામાં સામેલ આરોપીઓની શોધખોળ હાથ ધરી.
Jan 01, 2026 10:15 am
સુરતના સચિનમાં યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા
અજાણ્યા વ્યક્તિઓનો સૂરજ પર ચપ્પુથી હુમલો, ચપ્પુથી હુમલો કરતા સૂરજનું ઘટનાસ્થળે જ મોત, યુવક સૂરજની હત્યાનું કારણ અકબંધ, પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.
Jan 01, 2026 10:02 am
નવા વર્ષે CNG ભાવમાં ઘટાડો
CNGના ભાવમાં પ્રતિ કિલો રૂ. 1.20 ઘટ્યા, CNGનો જૂનો ભાવ 82.37, નવો ભાવ 81.17.
Jan 01, 2026 09:56 am
અમદાવાદમાં ફ્લાવર શોનો મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ
CM ભૂપેન્દ્ર પટેલ, ઋષિકેશ પટેલે ફ્લાવર શો નિહાળ્યો, ‘ભારત એક ગાથા' થીમ પર ફ્લાવર શોનું આયોજન, સરદાર પટેલની પ્રતિકૃતિથી વર્લ્ડ રેકોર્ડ બનશે, 30 મીટરનું ભવ્ય ફૂલ મંડળ ફ્લાવર શોનું મુખ્ય આકર્ષણ, ફ્લાવર શોમાં રાષ્ટ્રીય એકતા, પૌરાણિક કથાઓ સામેલ, ભારતના વિવિધ નૃત્યો અને બાળકો માટે વિશેષ ઝોન, ફૂલોથી બનેલા પ્રકલ્પો મુલાકાતીઓના મન મોહી લેશે, ફ્લાવર શોમાં સોમથી શુક્ર ટિકિટ દર રુ. 80, ફ્લાવર શોમાં શનિ અને રવિવારે ટિકિટ દર રુ. 100, VIP સ્લોટ માટે ફ્લાવર શોમાં ટિકિટ રુ. 500, મનપાની શાળાના બાળકો, દિવ્યાંગ, સૈનિકો માટે ફ્રી એન્ટ્રી, ખાનગી શાળાના બાળકો માટે ફી રૂ. 10 રખાઈ.
Jan 01, 2026 09:51 am
અલથાણ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
બિહારના વતની પ્રવિણને નોકરી પરથી છુટો કરવાની સાથે જ તેણે કબાટથી મનુભાઇની સ્મિથ એન્ડ વેસન અમેરિકન કંપનીની રિવોલ્વર અને ૧૬ કારતુસ ચોરી લીધા હતા. રિવોલ્વર અને કારતુસની કિંમત રૂ.૫૦.૬૦૦ આંકવામાં આવી છે. કબાટમાંથી લાયસન્સવાળી રિવોલ્વર ગાયબ જણાયા બાદ આ અંગે મનુભાઈ ઓથાવાળાએ અલથાણ પોલીસ મથકમાં નોકર પ્રવિણ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પીઆઈ ડી ડી ચૌહાણે બનાવની આધારે પ્રવિણને પકડવા એક ટીમ બિહાર રવાના કરી છે.
Jan 01, 2026 09:51 am
નોકર અગાઉ ચોરી કરતા ઝડપાતા તેને છૂટો કર્યો હતો
પોલીસ સુત્રો દ્રારા પ્રાપ્ત વિગત મુજબ અલથાણ વેસુ કેનાલ રોડ સેલેસ્ટ્રીયલ ડ્રીમ એપાર્ટમેન્ટમાં રહેતા હિરા ઉધોગપતિ અને બિલ્ડર મનુભાઈ વિરજીભાઈ માંગુકીયા (મુળ રહે,ઓથા,તા.મહુવા.જિ.ભાવનગર) એ અલથાણ પોલીસ મથકમાં રિવોલ્વરની ચોરી અંગે ફરિયાદ આપી છે. જેમાં જણાવ્યા મુજબ તેઓ અહીં ચારેક વર્ષથી રહે છે અને એ વખતથી જ ઘરકામ માટે અગાઉનો નોકર મહેશ વતન જતાં તેની જગ્યાએ પ્રવિણ નામના યુવકને નોકરી પર રાખ્યો હતો. આધારકાર્ડ કે ઓળખના કોઈપણ પુરાવા મેળવ્યા વિના પ્રવિણ ૨૦૨૨થી અહીં નોકર હતો. ૨૦ ડિસેમ્બરે તે આ બિલ્ડરના ઘરેથી રૂ.૮૦૦૦ ની ચોરી કરતાં પકડાતાં તેને ૨૨મી તારીખે નોકરી પરથી છુટો કર્યો હતો.
Jan 01, 2026 09:51 am
16 કારતૂસ પણ નોકર સાથે લેતો ગયો
વેસુ અલથાણ વિસ્તારમાં રહેતા હિરાના વેપારી અને બિલ્ડર મનુભાઈ ઓથાની લાયસન્સ વાળી સ્મિથ એન્ડ વેસન રિવોલ્વર સાથે ૧૬ કારતુસ ચોરી કરીને નોકર ફરાર થઈ ગયો છે. ૨૦૨૨થી નોકરી કરતા પ્રવિણ નામના યુવકને છૂટો કરતાં જ તેણે ચોરીને અંજામ આપ્યો હતો. રિવોલ્વર જેવી જોખમી જણસ નોકરની પહોંચ સુધી રાખનાર ઉદ્યોગપતિની બેદરકારી તો એ સામે આવી છે કે, તેમણે નોકરની ઓળખના પુરાવા પણ પોતાના પાસે રાખ્યા ન હતા.
Jan 01, 2026 09:50 am
સુરતમાં બિલ્ડરના ઘરેથી નોકર લાયસન્સ વાળી રિવોલ્વર અને કારતૂસની ચોરી કરી ગયો
સુરતમાં બિલ્ડરના ઘરેથી રિવોલ્વર-કારતૂસની ચોરી થઈ હોવાની વાત સામે આવી છે, બિલ્ડરના ત્યાંથી નોકરે રિવોલ્વર અને કારતૂસની ચોરી કરી સોશિયલ મીડિયામાં ફોટો મૂકયો. સુરતમાં બિલ્ડરના ઘરે કામ કરતો નોકર લાયસન્સ વાળી રિવોલ્વર અને કારતૂસ ચોરી ગયો હોવાની વાત સામે આવી છે, સાથે સાથે નોકર 16 રાઉન્ડ કારતૂસની ચોરી કરી ગયો હોવાની વાત સામે આવી છે, બિલ્ડરે નોકર પ્રવિણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી.
Jan 01, 2026 09:32 am
વર્ષ 2026ના પ્રારંભે દાદાના દર્શનાર્થે ભક્તોનુ ઘોડાપૂર ઉમટી પડયું હતુ
દાદાને આજે ખાસ વૃંદાવનમાં તૈયાર થયેલા એમ્બ્રોઈડરી વર્ક અને આકર્ષક ફૂલોની ડિઝાઈન ધરાવતા વિશેષ વાઘા પહેરાવવામાં આવ્યા હતા. ભગવાનના સિંહાસનને આકર્ષક પ્રાકૃતિક શણગારથી સુશોભિત કરવામાં આવ્યું હતું, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.સવારે 5:45 કલાકે વડતાલ સ્વામિનારાયણ મંદિરના ચેરમેનસંતવલ્લભદાસ સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી.

Jan 01, 2026 09:31 am
શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને પ્રાકૃતિક શણગારની સાથે 251 કિલો સુખડી-મેસુબ-મોહનથાળ-અડદિયાનો મિક્સ અન્નકૂટ ધરાવાયો
પવિત્ર ધનુર્માસ નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને પ્રાકૃતિક શણગારની સાથે 251 કિલો સુખડી-મેસુબ-મોહનથાળ-અડદિયાનો મિક્સ અન્નકૂટ ધરાવાયો અને વર્ષ 2026ના પ્રારંભે ભક્તોનુ ઘોડાપૂર ઉમટી પડયું હતુ. સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે પવિત્ર ધનુર્માસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આજે તારીખ 01-01-2026, ગુરુવારના રોજ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને પ્રાકૃતિક શણગારની સાથે 251 કિલો સુખડી-મેસુબ-અડદિયો-મોહનથાળનો મિક્સ અન્નકૂટ ધરાવાયો.

Jan 01, 2026 09:10 am
ઇન્ચાર્જ DGP ડૉ.કે.એલ.એન.રાવ પહેલા દિવસે એક્શનમાં
ગાંધીનગરમાં ઇન્ચાર્જ DGPએ બંદોબસ્તનું નિરીક્ષણ કર્યુ, ઇન્ચાર્જ DGPએ 31 ડિસેમ્બરની રાત્રે નિરીક્ષણ કર્યુ, અલગ-અલગ વિસ્તારમાં ઇન્ચાર્જ DGPએ નિરીક્ષણ કર્યુ, ગઇકાલે જ ડૉ.કે.એલ.એન.રાવને ઇન્ચાર્જ DGP બનાવાયા.
Jan 01, 2026 09:08 am
પોલીસના નવા આધુનિક યંત્ર જૂના યંત્ર કરતાં વેગળા
૩૧મી ડિસેમ્બરને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે પોલીસ તંત્રને નવા બ્રેથ એનલાઈઝર ફાળવ્યા છે. આ આધુનિક યંત્ર જૂના યંત્ર કરતા વેગળા છે. જૂના બ્રેથ એનલાઈઝરમાં એક પાઈપ હતી જેમાં વ્યકિત દ્વારા ફૂંક મારવામાં આવતી હતી. જો વ્યક્તિએ દારૂનો નશો કર્યો હોય તો આલ્કોહોલ લીધો છે તેવું યંત્રમાં દર્શાવાતું હતું. નવું યંત્ર આધુનિક છે જે યંત્ર લાઈટ બેટન વિથ બ્રેથ એનલાઈઝર તરીકે ઓળખાય છે. જેમાં પાઈપ નથી, વ્યક્તિએ યંત્રના પાસે ફૂંક મારવાની હોય છે સેન્સરથી આ ફૂંકનું એનાલિસીસ થાય છે અને જો આલ્કોહોલ લીધો હોય તો તુરંત સિગ્નલ મળે છે. શહેરભરની પોલીસે ૩૧મી ડિસેમ્બરની રાતે ૫૦૦થી વધુ બ્રેથ એનલાઈઝરથી ચેકિંગ કર્યુ હતું.
Jan 01, 2026 09:08 am
યંગસ્ટર્સે પાર્ટીમાં ડી.જે.ને તાલે ડાન્સ કર્યો હતો
જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ LCB અને SOGની ટીમ અને સ્થાનિક પોલીસને સાથે રાખી વિવિધ સ્થળે સઘન ચેકિંગ હાથધયું હતું. જિલ્લાના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોલીસ ખાતે પોલીસના ધાડા ઊમટી પડયાં હતાં. બીજી તરફ, વડોદરા તાલુકા પોલીસની હદના સેવાસી વિસ્તારમાં યોજાયેલી પાર્ટીમાંથી શહેર પોલીસની હદમાં પ્રવેશતા વાહન ચાલકોની તપાસ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા વાહન ચેકિંગ સાથે શંકાસ્પદ લોકોનું બેથ એનલાઈઝર દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને પીધેલા ૧૬૦૦થી વધુ લોકોને ઝડપી લીધા હતા.
Jan 01, 2026 09:08 am
વડોદરામાં નવા વર્ષની શરૂઆતમાં 550 નશાખોર પોલીસના મહેમાન બન્યા, અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયા ગુનો
વડોદરામાં નવા વર્ષે 550 લોકો પીધેલા ઝડપાયા છે અને પોલીસે ચેકિંગ દરમિયાન પીધેલાઓને ઝડપી પાડયા છે, શહેરમાંથી 450 અને જિલ્લામાંથી 100 પીધેલા ઝડપાયા છે, મોડી રાત સુધી પોલીસે ચેકિંગની કામગીરી ચાલી હતી. શહેર અને જિલ્લામાં છેલ્લા સપ્તાહમાં વાહન ચેકિંગમાં પોલીસે ૧૬૫૫ પીધેલા શખસોને ઝડપી લીધા હતા. ૨૦૨૫ના છેલ્લા દિવસે પોલીસ દ્વારા બેથ એનલાઈઝરથી વિવિધ સ્થળે ચેકિંગ યથાવત્ રાખવામાં આવ્યું હતું. જિલ્લામાં વર્ષ ૨૦૨૫ને વિદાય અને નવા વર્ષ ૨૦૨૬ના વેલકમ માટે વિવિધ રિસોર્ટ, ફાર્મહાઉસ અને પાર્ટી પ્લોટમાં ન્યૂયર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
Jan 01, 2026 08:56 am
જૂનાગઢમાં રાજ્યકક્ષાની ગિરનાર સ્પર્ધા
4 જાન્યુઆરીએ યોજાશે ગિરનાર સ્પર્ધા, સ્પર્ધામાં 262 સ્પર્ધકોના ફોર્મ રદ કરાયા, 24 જિલ્લાના 1115 સ્પર્ધકો ભાગ લેશે, સિનિયર-જૂનિયર કેટેગરીમાં ભાગ લેશે, 1377 સ્પર્ધકોએ કરાવ્યું હતું રજિસ્ટ્રેશન.
Jan 01, 2026 08:40 am
સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી ધુમ્મસ
ધુમ્મસ અને ઠંડી વધતા લોકો તાપણાના સહારે, ધુમ્મસભર્યા વાતાવરણથી વિઝિબિલિટી ઘટી, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને હાલાકી.
Jan 01, 2026 08:38 am
નવા વર્ષે જ LPG સિલિન્ડર વધુ મોંઘા થયા
પ્રતિ સિલિન્ડર 111 રુપિયા સુધીનો વધારો.
Jan 01, 2026 08:37 am
5 IAS અધિકારીઓને ACS તરીકે બઢતી
1996 બેચના પાંચ IAS અધિકારીઓને બઢતી, મોના કે.ખંડાર નાણાં વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી, ડૉ.ટી.નટરાજન આરોગ્ય વિભાગમાં પ્રિન્સિપાલ સેક્રેટરી, રાજીવ ટોપનો ઉદ્યોગ-ખાણ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી, મમતા વર્મા ઉચ્ચ-ટેકનિકલ શિક્ષણ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી.
Jan 01, 2026 08:36 am
આ ટેસ્ટ હૃદયની સમસ્યાને રોકે છે
ડાયાબિટીસ અથવા કોલેસ્ટ્રોલ જેવી પરિસ્થિતિ કરતાં ફેફસાંના આરોગ્યને ઓછી ગંભીરતાથી લેવામાં આવે છે. શિયાળાની સિઝનમાં હવાની ગુણવત્તામાં તીવ્ર ઘટાડાને કારણે સમસ્યામાં વધારો થાય છે, ઠંડી હવા પ્રદૂષકોને જમીનને વધુ નજીક રોકી રહે છે, જેનાથી ધૂળ, ધુમાડો, રજકણો અને વાહનોમાંથી નીકળતાં ધુમાડાની માત્રા વધી જાય છે, જેને લોકો શ્વાસમાં લે છે. આ પ્રદૂષકો શ્વાસ નળીમાં બળતરા પેદાં કરે છે. ફેફસાંની ક્ષમતા ઘટાડે છે, અસ્થમા અને બોંકાઈટિસ જેવી બીમારીમાં વધારો કરે છે. ઘરની બહાર માસ્ક પહેરવું જોઈએ, પ્રદૂષણ વધુ હોય ત્યાં જવાનું ટાળવું જોઈએ, જેથી ફેફસાં ઉપરનો તણાવ ઘટે છે.
Jan 01, 2026 08:36 am
નવેમ્બર મહિનામાં વર્લ્ડ સીઓપીડી અવેરનેસ મંથની ઉજવણી થાય છે
આ તબક્કે પલ્મોનોલોજિસ્ટનું કહેવું છે કે, લોકોએ જાગૃતિ, સમયસર ટેસ્ટિંગને પ્રાથમિકતા આપવી જોઈએ. વાયુ પ્રદૂષણને લીધે ગુજરાતમાં સીઓપીડી કેસમાં વધારો થયો છે. ડબ્લ્યુએચઓના મત મુજબ વિશ્વમાં લોકોના મૃત્યુ માટેના કારણમાં સીઓપીડી ચોથા ક્રમેથી હવે ત્રીજા ક્રમે આવી ગયું છે. પલ્મોનરી ફંક્શન ટેસ્ટ સરળ, ઝડપી છે, જે વ્યક્તિના ફેફસાં હકીકતમાં કેટલી સારી રીતે કામ કરે છે તેની માહિતી આપે છે, ઘણા દર્દીઓ પરિસ્થિતિ વણસે અને ફેફસાંને પહેલેથી જ નુકસાન થઈ ગયું હોય ત્યારે જ આવે છે, વહેલા પીએફટી સ્ક્રીનિંગથી સીઓપીડીનું વહેલું નિદાન કરી શકાય છે, જેમ ડાયાબિટિસ મેનેજ કરીએ તેમ યોગ્ય દવાથી સીઓપીડીને કાર્યક્ષમ રીતે મેનેજ કરી શકીએ છીએ.
Jan 01, 2026 08:36 am
શિયાળામાં પ્રદૂષણ તેના સર્વોચ્ચ સ્તરે હોય ત્યારે ફેફસાંના સ્વાસ્થ્યની અવગણના કરી શકાય નહી
એકંદરે ક્રોનિક ઓન્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (સીઓપીડી) કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. કોરોના પછીના વર્ષોમાં આવા કેસમાં લગભગ ૩૦ ટકાનો વધારો થયો છે. હવે ૪૦થી ૫૦ વર્ષની વયના લોકોમાં પણ સીઓપીડીના લક્ષણો જોવા મળી રહ્યા છે, જેમાં સતત ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ, છાતી જકડાઈ જવી અને થાક લાગવો વગેરે સામેલ છે. વાયુ પ્રદૂષણને કારણે ધુમ્રપાન નહિ કરનારા યુવાનોના કેસ પણ જોવા મળી રહ્યા છે.
Jan 01, 2026 08:33 am
અમદાવાદની હવા બની ઝેરીલી, થલતેજ વિસ્તારમાં સૌથી વધારે પ્રદૂષણ નોંધાયું
દિલ્હી બાદ અમદાવાદ શહેરની હવા બની ઝેરી અને અમદાવાદમાં હવાના પ્રદૂષણમાં વધારો થયો છે, અમદાવાદના વિવિધ વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ 150ને પાર પહોંચ્યું છે. થલતેજમાં 196 AQI, નારોલ ગામમાં 195 AQI, ઇસનપુરમાં 193 AQI, કઠવાડામાં 190 AQI, એરપોર્ટ રોડ પર 189 AQI, ગ્યાસપુર 189 AQI, ચાંદખેડામાં 190 AQI, ઉસ્માનપુરામાં 186 AQI, બોડકદેવમાં 188 AQI, બોપલમાં 189 AQI, શાહીબાગમાં 191 AQI, ઘુમામાં 188 AQI નોંધાયો છે.
Jan 01, 2026 08:16 am
અરજી કરવાની સમય મર્યાદા 31 ડિસેમ્બર 2025એ પૂર્ણ થતી હતી
એ પછી પ્રમોલગેશન બાદ આવી અરજીઓ માટે અપીલ કરવાના બદલે લેન્ડ રેકર્ડના અધિક્ષકને સાદી અરજીના આધારે નિકાલ કરવાની સત્તા આપવામાં આવી હતી, અરજી કરવાની સમય મર્યાદા ૩૧ ડિસેમ્બર-૨૦૨૫એ પૂર્ણ થતી હતી, હવે ખેડૂત ખાતેદારોને અરજી કરવાની તક મળી શકે તે માટે સમય મર્યાદા ૩૧ ડિસેમ્બર-૨૦૨૬ સુધી લંબાવવાનો નિર્ણય વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૬થી રિ-સરવે ચાલે છે, ગુજરાતમાં ૯૫ લાખ ખેતીના સરવે નંબર છે.
Jan 01, 2026 08:15 am
વકીલાત ફીના પ્રશ્નો પણ આવતાં હતા
રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યમાં ખેતીની જમીન રીસર્વે માટે ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકર્ડ મોર્ડનાઈ ઝેશન પ્રોગ્રામ હાથ ધરાયો હતો, ખેતીની જમીનની માપણી કરી પ્રમોલગેશન કરવાની કામગીરી ૩૩ જિલ્લામાં થઈ હતી, પ્રમોલગેશન પછી રિ-સરવે રેકર્ડમાં સંખ્યાબંધ ખાતેદારો દ્વારા રેકર્ડની ભૂલો સુધારવા ફરિયાદો મળી હતી, અરજદારોને અપીલની જોગવાઈ છે, જેમાં દાદ મેળવવામાં વિલંબ અને ખાતેદારોની હેરાનગતિનો સામનો કરવો પડતો હતો, એટલું જ નહિ પરંતુ વકીલાત ફીના પ્રશ્નો આવતાં હતા.
Jan 01, 2026 08:15 am
જમીન રિ-સરવે રેકર્ડ સુધારવાની મુદ્દત લંબાવાઈ, જમીન માપમાં ફેરફારના 5 લાખ વાંધા મળ્યા હતા
ગુજરાતમાં જમીન રિ-સરવે રેકર્ડ સુધારવાની મુદ્દત લંબાવાઈ છે અને ખેડૂત ખાતેદારોને સુધારો કરવા તક મળે તે માટે નિર્ણય લેવામાં એક વર્ષ સુધીની મુદ્દત લંબાવવાનો નિર્ણય કરાયો છે. રેકર્ડની ભૂલો સુધારવા માટે ફરિયાદો મળી હતી. ગુજરાતમાં ખેતીક્ષેત્રની જમીન રિસર્વેની કામગીરી પૂર્ણ થવાના હજુ ઠેકાણાં નથી, જેને ધ્યાને લઈ રાજ્ય સરકારે એક વર્ષની મુદ્દત લંબાવી છે. હવે ૩૧મી ડિસેમ્બર ૨૦૨૬ની એટલે કે એક વર્ષની મુદ્દત વધારવામાં આવી છે. એક તબક્કે જમીનની અદ્યતન રીતે માપણી કરાયાના દાવા બાદ મૂળ ખેતીની જમીનના માપમાં ફેરફારો થઈ ગયા હોવાના પાંચ લાખથી વધુ વાંધાઓ સરકારને મળ્યા હતા.
Jan 01, 2026 08:08 am
સુરતમાં કિશોરીનું અપહરણ કરી દુષ્કર્મ કરનારો ઝડપાયો
સચિન પોલીસે આરોપી અનીલ રાઠવાને વડોદરાથી પકડ્યો, 5 ઓક્ટોબર 2025એ કિશોરીનું કર્યું હતું અપહરણ, મધ્યપ્રદેશના અલીરાજપુર લઈ જઈને આચર્યું હતું દુષ્કર્મ, આરોપી સામે સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.
Jan 01, 2026 08:02 am
રાજકોટમાં તબીબ પર હુમલાનો આરોપી ન ઝડપાતા રોષ
હુમલાનો આરોપી ન પકડાતા તબીબો હડતાળ પર ઉતર્યા, સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી સિવાયની સેવાઓ બંધ, તબીબ પર ન્યૂરો વિભાગમાં દર્દીના સગાએ હુમલો કર્યો હતો, આજે સવારથી સિવિલમાં દર્દીઓને હાલાકી પડી શકે છે, ડોક્ટરો પર હુમલા રોકવા કાયમી સુરક્ષાની માંગણી.
Jan 01, 2026 07:53 am
ઈડીના અધિકારીઓ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના મોબાઈલની તપાસ પણ કરાઈ છે
ઈડીના અધિકારીઓએ દરોડા દરમ્યાન મોરી અને મોરી સાથે કામ કરતા સ્ટાફના ત્યાંથી મળેલા દસ્તાવેજોમાં કેટલા પાસેથી નાણાં મળ્યા અને કેટલાના બાકી છે તે બાબતે પણ એસીબીને જાણ કરી હોવાનું જાણવા મળે છે. એસીબીના અધિકારીઓ દ્વારા નોંધેલ ફરિયાદના આધારે સરકાર પાસે તપાસ માટે મંજૂરી મેળવવા માટે કાર્યવાહી હાથ ધરાઈ હતી. જયારે ઈડીના અધિકારીઓ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના મોબાઈલની તપાસ પણ કરી હતી.
Jan 01, 2026 07:53 am
સુરેન્દ્રનગરના કલેક્ટરને પદ પરથી હટાવી જિલ્લા વિકાસ અધિકારીને કલેક્ટરનો ચાર્જ સોંપ્યો હતો
સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરીની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટ (ED)એ આઠ દિવસની રિમાન્ડ મેળવીને તપાસ માટે દીલ્હી લઈ ગયા છે. ઈડીના અધિકારીઓ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરે અને ઓફિસમાંથી નામ સાથે મળેલી સીટો અંગે પુછપરછ ચાલુ કરી હોવાનું જાણવા મળે છે. સૂત્રોના જણાવ્યા મુજબ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના મોબાઈલમાંથી મળેલા વ્યવહારોમાં ગુજરાતના એક ડઝનથી વધુ ઉચ્ચ અધિકારીઓ ઈડીની તપાસમાં સામેલ થવાનો વારો આવે તેમ છે.
Jan 01, 2026 07:53 am
જમીન NA કરવાનું એક મોટું નેટવર્ક ધમધમતુ હતું
તપાસમાં બહાર આવ્યું છે કે વચેટિયાઓ અને એજન્ટો મારફતે ગેરકાયદેસર રીતે જમીન NA કરવાનું એક મોટું નેટવર્ક ધમધમતુ હતું. આ પહેલા ઈડીએ ૧૬ કલાક સુધી તપાસ કરીને કલેક્ટરના નિવાસસ્થાનેથી ૧૦૦ થી વધુ ફાઈલ જપ્ત કરી હતી અને નાયબ મામલતદારના ઘરેથી ૬૭.૫૦ લાખની રોકડ ઝડપી હતી. ACBમાં નોંધાયેલી ફરિયાદમાં ખુલાસો થયો છે કે, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ ૧ કરોડની લાંચ લીધી છે અને તેમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલ, ક્લાર્ક મયુર ગોહિલ અને પીએ જયરાજસિંહ ઝાલા સામેલ છે.
Jan 01, 2026 07:53 am
કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ સહિત ચાર લોકો સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો હતો
ઈડીની સુરેન્દ્રનગરમાં તપાસ બાદ હવે કરોડો રૂપિયાનાં જમીન કૌભાંડમાં સુરેન્દ્રનગરના કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ સહિત ચાર લોકો સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો હતો. સુરેન્દ્રનગરમાં બિનખેતી જમીન રૂપાંતરણમાં આશરે ૧૫૦૦ કરોડનું કૌભાંડ આચર્યુ હોવાનો આરોપ છે. ઈડીની તપાસના આધારે એસીબીએ સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહિત ૪ સરકારી કર્મી સામે લાંચ-રૂશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો નોંધ્યો છે.
Jan 01, 2026 07:52 am
સુરેન્દ્રનગર જમીન કૌંભાંડ કેસમાં ED દ્વારા ચંદ્રસિંહ મોરીને ખાસ કોર્ટમાં કરાશે રજૂ
સુરેન્દ્રનગરના નાયબ મામલતદારને ઈડી દ્રારા આજે કોર્ટમાં કરાશે રજૂ અને ચંદ્રસિંહ મોરીને ખાસ કોર્ટમાં કરાશે રજૂ અને ચંદ્રસિંહ મોરીના રિમાંન્ડ પુરા થતા કોર્ટમાં કરાશે રજૂ. પૂછપરછના ખુલાસાનો રિપોર્ટ ED કોર્ટમાં કરશે રજૂ અને ED ચંદ્રસિંહ મોરીના માગી શકે છે વધુ રિમાંન્ડ અને ઈડીએ કલેક્ટર અને નાયબ મામલતદારના ત્યાં દરોડા પાડ્યા હતા અને બેનામી સંપત્તિ વ્યવહાર સાથે ભ્રષ્ટાચાર અંતર્ગત ધરપકડ કરવામાં આવી હતી.
Jan 01, 2026 07:35 am
જાન્યુઆરી મહિનામાં ઠંડી વધુ પડી શકે છે
આગામી હવામાન આગાહી અંગે, હવામાન વિભાગે જણાવ્યું છે કે, 1 જાન્યુઆરીએ દિલ્હી-એનસીઆરમાં વરસાદ થવાની સંભાવના છે, જેનાથી પ્રદૂષણ થોડું ઓછું થશે પરંતુ ઠંડીમાં વધુ વધારો થશે. 2 જાન્યુઆરીથી 5 જાન્યુઆરી દરમિયાન, મહત્તમ તાપમાન ઘટશે, અને લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.
Jan 01, 2026 07:35 am
આ વખતે ગુજરાતમાં જોઈએ એવી ઠંડી હજી પડી નથી
24 કલાકમાં કચ્છના પશ્ચિમ ભાગના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતાઓ છે. એ સિવાય આજ રોજ ઉત્તર ગુજરાતના પાટણ અને બનાસકાંઠા તેમજ સૌરાષ્ટ્રમા દ્વારકા, જામનગર અને મોરબી તેમજ કચ્છ પંથકમા હળવો કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આ વખતે શિયાળાની સિઝનમાં કાતિલ ઠંડી હજુ સુધી શરૂ થઈ જ નથી. ડિસેમ્બર મહિનાના અંતમા ગાત્રો થિજવતી ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હતો.
Jan 01, 2026 07:34 am
ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વધી ઠંડી
ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડીનું પ્રમાણ વધ્યું છે, ગાંધીનગર અને અમરેલીમાં 13 ડિગ્રી તાપમાન
નોંધાયું છે, આગામી સમયમાં હજી પણ ઠંડી વધી શકે છે. નલિયામાં 15.6 ડિગ્રી, અમદાવાદમાં 15.3 ડિગ્રી, ડીસામાં 14.4 ડિગ્રી, વડોદરામાં 15.4 ડિગ્રી, સુરતમાં 16.4 ડિગ્રી, કંડલામાં 15.4 ડિગ્રી, પોરબંદરમાં 14.5 ડિગ્રી, રાજકોટમાં 15.0 ડિગ્રી, કેશોદમાં 15.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
Jan 01, 2026 07:16 am
જમીન રિ-સરવે રેકર્ડ સુધારવાની મુદ્દત લંબાવાઈ
ખેડૂત ખાતેદારોને સુધારો કરવા તક મળે તે માટે નિર્ણય, એક વર્ષ સુધીની મુદ્દત લંબાવવાનો નિર્ણય કરાયો, રેકર્ડની ભૂલો સુધારવા માટે ફરિયાદો મળી હતી, જમીન માપમાં ફેરફારના 5 લાખ વાંધા મળ્યા હતા.
Jan 01, 2026 07:15 am
નવા વર્ષે દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કરવા ભક્તો ઉમટ્યા
વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટ્યા, દ્વારકાધીશના મંગલાદર્શન માટે ભક્તોની લાંબી કતારો લાગી, નવા વર્ષે દ્વારકાધીશના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી.
Jan 01, 2026 07:15 am
સુરેન્દ્રનગરના નાયબ મામલતદારને કોર્ટમાં કરાશે રજૂ
ED દ્વારા ચંદ્રસિંહ મોરીને ખાસ કોર્ટમાં કરાશે રજૂ, ચંદ્રસિંહ મોરીના રિમાન્ડ પુરા થતા કોર્ટમાં કરાશે રજૂ, પૂછપરછના ખુલાસાનો રિપોર્ટ ED કોર્ટમાં કરશે રજૂ, ED ચંદ્રસિંહ મોરીના માંગી શકે છે વધુ રિમાન્ડ, કલેક્ટર, નાયબ મામલતદારના ત્યાં દરોડા પાડ્યા હતા, બેનામી સંપત્તિ વ્યવહાર સાથે ભ્રષ્ટાચાર અંતર્ગત ધરપકડ.
Jan 01, 2026 07:14 am
થરાદના રાણેસરમાં પુત્રના હત્યારા પિતાનો આપઘાત
આરોપી પિતા ડામરા પટેલનો ઝેરી દવા ખાઈને આપઘાત, 3 વર્ષ અગાઉ પોતાના 10 વર્ષના દીકરાની કરી હતી હત્યા, અમદાવાદ જેલમાંથી પેરોલ પર ઘરે આવીને આપઘાત, જેલમાંથી 21 દિવસના પેરોલ પર આવ્યો હતો ઘરે, ખેતરમાં એરડાના પાકમાં જઈ ઝેરી દવા પી આપઘાત કર્યો.
Jan 01, 2026 07:14 am
ભુજને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા માગ
ભુજના ધારાસભ્ય કેશુ પટેલની મુખ્યમંત્રીને રજૂઆત, ભુજ નજીક સ્ટેડિયમ બનાવવા રજૂઆત કરાઈ, ભૂકંપ બાદના બાંધકામને જૂની શરતમાં તબદીલની માગ.

Vadodara: પાદરાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ

Dabhoi: ડભોઇ સેવા સદન પાસે જ રોડ પર ખાડાથી હાલાકી

Panchmahal: બોડેલી સેવાસદન ખાતે જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરાયું

Dabhoi: ડભોઈના બજારોમાં પ્લાસ્ટિકની તાડપત્રી ખરીદવા ઘરાકી નીકળી

Vadodara: વાઘોડિયાના વિકાસપથ પર તૂટેલી રેલિંગ વાહન ચાલકો માટે જોખમી

દીવાનો ધર્મ છે બધાને પ્રકાશ આપવાનો

માયામાંથી મોહ વગેરે અનર્થો પેદા થાય છે

મને વિદ્યા આપો તો તમારું કામ કરી આપું

મૈસૂરનું દૈવી અને સાંસ્કૃતિક ગૌરવ શ્રી ચામુંડેશ્વરી દેવીનું મંદિર

કર્મના સોફ્ટવેરને સમજવું

દીવાનો ધર્મ છે બધાને પ્રકાશ આપવાનો