ગુજરાતમાં ખેતીક્ષેત્રની જમીન રિસર્વેની કામગીરી પૂર્ણ થવાના હજુ ઠેકાણાં નથી, જેને ધ્યાને લઈ રાજ્ય સરકારે એક વર્ષની મુદ્દત લંબાવી છે. હવે ૩૧મી ડિસેમ્બર ૨૦૨૬ની એટલે કે એક વર્ષની મુદ્દત વધારવામાં આવી છે. એક તબક્કે જમીનની અદ્યતન રીતે માપણી કરાયાના દાવા બાદ મૂળ ખેતીની જમીનના માપમાં ફેરફારો થઈ ગયા હોવાના પાંચ લાખથી વધુ વાંધાઓ સરકારને મળ્યા હતા.


વકીલાત ફીના પ્રશ્નો પણ આવતાં હતા

રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યમાં ખેતીની જમીન રીસર્વે માટે ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકર્ડ મોર્ડનાઈ ઝેશન પ્રોગ્રામ હાથ ધરાયો હતો, ખેતીની જમીનની માપણી કરી પ્રમોલગેશન કરવાની કામગીરી ૩૩ જિલ્લામાં થઈ હતી, પ્રમોલગેશન પછી રિ-સરવે રેકર્ડમાં સંખ્યાબંધ ખાતેદારો દ્વારા રેકર્ડની ભૂલો સુધારવા ફરિયાદો મળી હતી, અરજદારોને અપીલની જોગવાઈ છે, જેમાં દાદ મેળવવામાં વિલંબ અને ખાતેદારોની હેરાનગતિનો સામનો કરવો પડતો હતો, એટલું જ નહિ પરંતુ વકીલાત ફીના પ્રશ્નો આવતાં હતા.

અરજી કરવાની સમય મર્યાદા 31 ડિસેમ્બર 2025એ પૂર્ણ થતી હતી

એ પછી પ્રમોલગેશન બાદ આવી અરજીઓ માટે અપીલ કરવાના બદલે લેન્ડ રેકર્ડના અધિક્ષકને સાદી અરજીના આધારે નિકાલ કરવાની સત્તા આપવામાં આવી હતી, અરજી કરવાની સમય મર્યાદા ૩૧ ડિસેમ્બર-૨૦૨૫એ પૂર્ણ થતી હતી, હવે ખેડૂત ખાતેદારોને અરજી કરવાની તક મળી શકે તે માટે સમય મર્યાદા ૩૧ ડિસેમ્બર-૨૦૨૬ સુધી લંબાવવાનો નિર્ણય વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૬થી રિ-સરવે ચાલે છે, ગુજરાતમાં ૯૫ લાખ ખેતીના સરવે નંબર છે.


આ પણ વાંચો : Surendranagar News : સુરેન્દ્રનગર જમીન કૌંભાંડ કેસમાં ED દ્વારા ચંદ્રસિંહ મોરીને ખાસ કોર્ટમાં કરાશે રજૂ


  • Follow us on: