ખાતમુહૂર્ત વિધિ પૂર્વે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ નકટીવાવ મેલડી માતાજીના મંદિરે શીશ ઝુકાવી દર્શન કર્યા હતા અને પ્રજાની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. અંદાજિત બે કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા આ રોડને કારણે સ્થાનિક રહીશો તેમજ મંદિરે દર્શનાર્થે આવતા હજારો શ્રદ્ધાળુઓની અવરજવર વધુ સુગમ અને ઝડપી બનશે.

માર્ગના નવીનીકરણથી વાહનચાલકોની અવરજવર સરળ બનશે

આ અવસરે જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનનરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવા કટિબદ્ધ છે. મેલડી માતાજીના મંદિરે આવતા શ્રદ્ધાળુઓ અને સ્થાનિક રહીશોને વર્ષોથી રસ્તાની જે સમસ્યા હતી, તેનું આજે કાયમી નિરાકરણ આવ્યું છે.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, 2 કિલોમીટર લંબાઈના આ માર્ગના નવીનીકરણથી વાહનચાલકોની અવરજવર સરળ બનશે.

વિસ્તારના આંતરમાળખાકીય વિકાસને વેગ મળશે

વિકાસના કાર્યોમાં ગુણવત્તા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં તેવી ખાતરી પણ તેમણે ગ્રામજનોને આપી હતી. આ પ્રસંગે સાંસદ ચંદુભાઈ શિહોરા, અગ્રણી વિપુલભાઈ ચૌહાણ, જય શાહ, દેવાંગ રાવલ સહિતના સ્થાનિક આગેવાનો, સંબંધિત વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.


આ પણ વાંચો : Rajkot News : રાજકોટમાં લવ જેહાદની નવી મોડસ ઓપરેન્ડી, પતિને નોકરીએ રાખ્યા બાદ મહિલાને પ્રેમજાળમાં ફસાવી મૈત્રી કરાર કર્યો