આ અવસરે સુરેન્દ્રનગર જિલ્લામાં શાંતિપૂર્ણ અને ઉત્સાહવર્ધક વાતાવરણમાં પરીક્ષાઓ યોજાય તે હેતુથી જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને રૂબરૂ મળી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.


અધિકારીઓએ પરીક્ષા કેન્દ્ર પર પહોંચી વિદ્યાર્થીનીઓનું મોં મીઠું કરાવ્યું

વઢવાણની વિકાસ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સવારે જિલ્લા કલેક્ટર કે. એસ. યાજ્ઞિક અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ પરીક્ષા કેન્દ્ર પર પહોંચી વિદ્યાર્થીનીઓનું મોં મીઠું કરાવી અને ફૂલ આપી સ્વાગત કર્યું હતું. કલેક્ટરશ્રીએ વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે, કોઈપણ પ્રકારના ડર રાખ્યા વગર પરીક્ષા આપવા પ્રોત્સાહિત કર્યા હતા. એસ.પી. શ્રી પ્રેમસુખ ડેલુએ પણ કાયદો અને વ્યવસ્થાની સુરક્ષા સાથે નિર્ભય બની પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી.

વાલીઓએ પણ તંત્રના આ પ્રોત્સાહક અભિગમને બિરદાવ્યો હતો

ઉલ્લેખનીય છે કે, સમગ્ર જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ પરીક્ષાઓનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે પાણી અને બેઠક વ્યવસ્થાનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. વાલીઓએ પણ તંત્રના આ પ્રોત્સાહક અભિગમને બિરદાવ્યો હતો.


આ પણ વાંચો : Agriculture News : સુરેન્દ્રનગર જિલ્લામાં 1 માર્ચથી પશુઓમાં ખરવા-મોવાસા વિરોધી રસીકરણના 8માં રાઉન્ડનો પ્રારંભ થશે



  • Follow us on: