સુરેન્દ્રનગર જિલ્લાના ભૂતપૂર્વ કલેક્ટર રાજેન્દ્રકુમાર એમ. પટેલને કરોડો રૂપિયાની જમીનોને એન.એ. ગ્રાન્ટ કરવાના બહુચર્ચિત કેસમાં આખરે 2 જાન્યુઆરી 2026થી સસ્પેન્ડ કરાયા છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે રવિવારે આ સંદર્ભે ઓર્ડર બહાર પાડયો છે. ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ, નવી દિલ્હી દ્વારા ગુજરાત કેડરના ૨૦૨૫ બેચના આ અધિકારી અને તેની સાથે મેળાપીપણું કરી કરોડોનું જમીન આચરનારાઓ કૌભાંડ ઉપર તાજેતરમાં મોટાપાયે રેડ પાડવામાં આવી હતી.


[[$googlead]]

સોલાર કંપનીઓને ફળવાયેલી જમીનોની ફાઈલોની ઈડી દ્વારા તપાસ ચાલી રહી છે

કલેકટર કચેરીના રેકર્ડ શાખામાંથી ગુમ કરેલ તેમજ સોલાર કંપનીઓને ફાળવાયેલી જમીનોની ફાઈલોની ઈડી દ્વારા તપાસ ચાલી રહી છે. સર્વે ભવનમાં ફરજ બજાવી ચુકેલી એક મહિલા અધિકારીની પણ પૂછપરછ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર મહેન્દ્રભાઈ પટેલની દિલ્હી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટ (ED)ની સ્પેશયલ ઓપરેશન ગ્રૂપના અધિકારીઓ ધરપકડ કરીને પાંચ દિવસના રિમાન્ડ પર લેતા સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

સ્પીડ મનીથી રૂપિયા લઈ ખંડણીનું રેકેટ

ઈડીએ રાજેન્દ્રકુમાર પટેલના ત્યાંથી હાર્ડડિસ્ક, ફોન, લેપટોપ, પેન ડ્રાઈવ, બે મોબાઈલ સહિત કુલ ૧૨ ડિવાઇસ જપ્ત કર્યા હતા. જે તમામ ઈલેટ્રોનિકસ વસ્તુઓ એફએસએલની મદદથી ઓપન કરતા કેટલીક મહત્વની વિગતો મળી આવી છે. આ ઉપરાંત પેન ડ્રાઈવમાં પણ લાંચનો તમામ ડેટા અને લાંચની રકમનું રોકાણ કયાં કર્યું છે, કેટલાક નામો કોડવર્ડમાં લખેલા હોય તે બાબતે કલેકટરની પૂછપરછ ચાલી રહી છે. અરજી વિલંબિત ન થાય તે માટે સ્પીડમનીથી રૂપિયા લઈ ખંડણીનું રેકેટ સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસમાં ચાલતા આ સિસ્ટેમેટિક NA કૌભાંડની મોડસ ઓપરેન્ડીથી કરતા હતા.

[[$alsoread]]


આ પણ વાંચો : Surat News : સુરતના ડુમસના દરિયાકાંઠે મધરાત્રે SOG ત્રાટકી, દરિયા વચ્ચે રેડ કરી ડીઝલ ચોરી ઝડપી પાડી


  • Follow us on: