ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલયના માર્ગદર્શન હેઠળ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) અને 'માય ભારત' (MY Bharat) ના સંકલનથી જિલ્લા પ્રશાસન અને જિલ્લા રમતગમત કચેરી દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. આ પહેલનો મુખ્ય હેતુ મહિલાઓમાં રમતગમત પ્રત્યે રુચિ વધારવી, તેમનામાં આત્મવિશ્વાસ જગાડવો અને શારીરિક ફિટનેસ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો.


મહિલાઓએ તમામ રમતોમાં ખેલદિલીપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને જીવંત બનાવ્યો

આ લીગ અંતર્ગત વિવિધ વય જૂથની બાળાઓ અને મહિલાઓ માટે એથ્લેટિક્સ અને મનોરંજક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૦ મીટર, ૨૦૦ મીટર અને ૪૦૦ મીટરની દોડ જેવી સ્પર્ધાઓમાં સ્પર્ધકોએ પોતાની ગતિ અને કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત, ટીમ વર્ક અને શક્તિના પ્રતીક સમાન 'ટગ ઓફ વોર' (રસ્સાકસી) સ્પર્ધા આકર્ષણનું કેન્દ્ર બની હતી. શાળાઓ, કોલેજો અને સ્થાનિક સમુદાયની બહેનોએ આ તમામ રમતોમાં ખેલદિલીપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને જીવંત બનાવ્યો હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવામાં જિલ્લાના વિવિધ વિભાગોનો નોંધપાત્ર ફાળો રહ્યો હતો

શિક્ષણ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, જિલ્લા રમતગમત કચેરી સહિત ખેલો ઈન્ડિયાના કોચ અને યુવા સ્વયંસેવકોએ ખભેખભા મિલાવીને કામગીરી કરી હતી. કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ મહિલાઓના જીવનમાં રમતગમતના મહત્વ અને સ્વસ્થ જીવનશૈલી વિશે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જેનાથી ઉપસ્થિત તમામ મહિલાઓને રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે નવું પ્રોત્સાહન મળ્યું હતું.

વિજેતાઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

મહાનુભાવોના હસ્તે વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. કાર્યક્રમના અંતે જિલ્લા યુવા અધિકારી મિશાબેન, જિલ્લા રમતગમત અધિકારી પાર્થભાઈ ચૌહાણ તથા ભૂતપૂર્વ એથ્લેટિક ચેમ્પિયન અરુણ સુરેશભાઈ દ્વારા તમામ સ્પર્ધકો અને સ્વયંસેવકોનો આભાર માનવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આવા આયોજનોથી જિલ્લાની દીકરીઓને રાષ્ટ્રીય ફલક પર ચમકવાની તક મળશે. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ, મહિલા મોરચાના પ્રમુખ જયબા રાઠોડ અને સિવિલ હોસ્પિટલના ડૉ. મૈત્રીબેન અજમેરા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.


આ પણ વાંચો : Surat News : સુરતમાં 2 વિદ્યાર્થિનીના આપઘાત અંગે મોટા સમાચાર, એલન મસ્કે ઘટનાના મેસેજને રિટ્વીટ કરી આશ્ચર્ય વ્યક્ત કર્યું


 

  • Follow us on: