સુરતની ઘટનાના મેસેજને રિટ્વીટ કરી આશ્ચર્ય વ્યક્ત કર્યું છે, X પર એક યુઝરે આપઘાતની માહિતી શેર કરાઈ હતી અને બન્નેએ બાથરૂમમાં એનેસ્થેસિયા ઇન્જેક્શન લઇ આપઘાત કર્યો હતો. ડીંડોલીમાં બે બેનપણીએ કરેલા સામૂહિક આપઘાતને લઈ સામે આવ્યા મોટા સમાચાર.


સુરતની ઘટનાની નોંધ એલન મસ્કે લીધી

X પર એલન મસ્કે સુરતની ઘટનાના મેસેજને રિટ્વીટ કરી આશ્ચર્ય વ્યક્ત કર્યું છે અને બંને બહેનપણીએ આપઘાત કર્યો હતો, X પર એક યુઝર દ્વારા સુરતની બે યુવતીના આપઘાતને લઈ હાહાકાર મચ્યો હતો અને વિશ્વના સૌથી મોટા ઉદ્યોગકાર અને X ના માલિક એલન મસ્કે આ ઘટનાને ગંભીર ગણાવી છે. એલન મસ્કે x પર આ ઘટના અંગે Yikes ( આશ્ચર્ય , ડર, ચોંકાવનારી ઘટના) લખી રિટ્વીટ કર્યું, સુરતની 18 વર્ષીય અને 20 વર્ષીય બેનપણીએ સ્વામિનારાયણના બાથરૂમમાં એનેથેસિયા ઇન્જેક્શન લઇ આપઘાત કર્યો કર્યો હતો.

એનેસ્થેસિયાના ઇન્જેક્શનનો ડોઝ લઈને અંતિમ પગલું ભર્યું હતું

આ ચકચારી ઘટનામાં બંને બહેનપણીએ કયા કારણે આપઘાત કર્યો એ બાબતે પોલીસે વાલીઓના નિવેદન નોંધ્યા હતા. નિવેદનમાં વાલીઓની કેફિયતના આધારે પોલીસે તપાસનો દોર આગળ ધપાવ્યો છે. હકીકતમાં નાનપણથી મિત્ર એવી આ બંને વિદ્યાર્થિનીઓના વાલી માટે પણ આ બાબત અકળ છે. પરિવાર તો અગાઉ પોલીસ સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ કરવા ગયા હતા, પરંતુ બંનેના કોઈ સગડ ન મળતાં બંનેના મોબાઈલના લોકેશનના આધારે તપાસ કરતા સણિયા કણદેમાં આવેલ નવનિર્મિત આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરનું લોકેશન મળ્યું હતું.


આ પણ વાંચો : Vadodara News : વડોદરાના 17 વર્ષીય વિદ્યાર્થીએ ફાઈટર જેટના પાયલોટોના જીવ બચાવવા માટે 'ઓટો લોકિંગ કેનોપી સિસ્ટમ' વિકસાવી


 

  • Follow us on: