જિલ્લામાં ચોરી કરનાર ઇસમો ચોરેલી ચીજ વસ્તુઓ ભંગારનાં વેપારીઓને સસ્તા ભાવે વેચી દેતા હોય છે. ત્યારે તપાસ દરમિયાન વેપારીઓ પાસે ભંગાર વેચવા આવેલા કે ખરીદ કરનારની કોઈ વિગત મળતી નથી અને ચોરી કરનાર ગુનેગારો સુધી પોલીસ સહેલાઈથી પહોંચી શકતી નથી.


તાજેતરનો ફોટો સહિતની વિગતો ધરાવતા રજીસ્ટરની નિભાવણી કરવાની રહેશે

આથી જિલ્લામાં ચોરીના બનાવો થતા અટકે તે માટે સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા ભંગારનાં વેપારીઓ માટે ભંગાર વેચવા આવનાર તેમજ ખરીદ કરવા આવનાર વ્યક્તિઓના નામ, સરનામા તથા આઇ.ડી.પ્રુફ સાથેની સંપૂર્ણ વિગત દર્શાવતું રજીસ્ટર ફરજિયાત નિભાવવાનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જે અનુસાર, સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાનાં વિસ્તારમાં ભંગાર લે-વેચ કરનારા વ્યાપારીઓએ ભંગારનો પ્રકાર/વર્ણન તથા અન્ય વિગતો, ભંગાર જેની પાસેથી ખરીદેલ હોય તેનું નામ, સરનામું, એક આઈ.ડી.પ્રૂફ તથા તેનો તાજેતરનો ફોટો, ભંગાર જેને વેચેલ હોય તેનું નામ-સરનામું, આઈ.ડી.પ્રૂફ તથા તાજેતરનો ફોટો સહિતની વિગતો ધરાવતા રજીસ્ટરની નિભાવણી કરવાની રહેશે.

જાહેરનામાનો નહી કરાય ભંગ

આ જાહેરનામું સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં તા.૩૧/૦૧/૨૦૨૬ સુધીના સમયગાળા દરમિયાન અમલમાં રહેશે. જો કોઈ જાહેરનામાનો ભંગ કરશે તો, ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ દંડ અને શિક્ષાને પાત્ર થશે.


આ પણ વાંચો : Surendranagar News : સુરેન્દ્રનગર અધિક જિલ્લા કલેકટરે લેબર કોન્ટ્રાક્ટર માટે સ્પેશિયલ જાહેરનામું બહાર પાડયું


 

  • Follow us on: