સુરેન્દ્રનગરની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લાંબા સમયથી અનડિટેકટ રહેલા કોરડા ગામના રહેણાંક મકાનમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનાનો સફળતાપૂર્વક ભેદ ઉકેલી નાખવામા આવ્યો છે. LCB ટીમ દ્વારા આ ચોરીમાં સંડોવાયેલા આરોપીને ઝડપી લઈને ચોરીમાં ગયેલો મોટા ભાગનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યા છે.
LCB એ ચોરી કરનાર ઇસમને મુદ્દામાલ સાથે પકડી લીધો
આરોપી પાસેથી ચોરી કરવામાં આવેલા સોનાના ઘરેણાં અને અન્ય કિંમતી વસ્તુઓ મળી આવી છે, જેની કુલ કિંમત આશરે 400400 જેટલી થાય છે. LCB એ ચોરી કરનાર ઇસમને મુદ્દામાલ સાથે પકડી પાડીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળતાથી સુરેન્દ્રનગર પોલીસે ચોરીના ગુનાઓ અટકાવવા માટેની તેની પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ સાથે આ આરોપી દ્વારા કરવાાં આવેલી અન્ય ચોરીના ગુનાનો ભેદ પણ ઉકેલાય તેવી શક્યતા છે.










