મુળી તાલુકાના મામલતદારની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, આ જગ્યા માટે જે ઉમેદવાર ફરજ બજાવવા ઇચ્છતા હોય તે ઉમેદવારોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ વિનામૂલ્યે મામલતદાર કચેરી-ચોટીલા ખાતેથી રજાના દિવસ સિવાય કચેરી સમય દરમિયાન રૂબરૂ મેળવી લેવાના રહેશે. આ અરજી ફોર્મ વિગતવાર ભરી જરૂરી આધારોની ખરી નકલ સાથે આગામી તા.૨૩/૦૧/૨૦૨૬ સુધીમાં કચેરી સમય પૂરો થતાં પહેલા મામલતદાર કચેરી-મુળી ખાતે જાહેર રજાના દિવસો સિવાય રજૂ કરવાનું રહેશે.


ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્ર સાથે હાજર થવુ

આ અંગે ઈન્ટરવ્યુની તારીખની જાણ હવે પછી કરવામાં આવશે. અરજી ફોર્મ સાથે જોડવાના આધાર પુરાવામાં સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ ,અભ્યાસ અંગેના સર્ટીઓ અને માર્કશીટ,જાતિનો દાખલો, રેશનકાર્ડ, ચૂંટણીકાર્ડ આધારકાર્ડ અને સ્થાનિક રહેતા હોય તેવા પુરાવા, પોલીસનો ચાલ ચલગતનો દાખલો, ખેતીની જમીન હોય તો ૭/૧૨-૮ અ કરાવા અને જમીન ના હોય તો તળાટીના દાખલા સાથે હાજર રહેવાનું રહેશે.

જગ્યા માટેની વય મર્યાદા 20 થી 60ની વચ્ચેની રહેશે

ઉમેદવારની લઘુતમ વય મર્યાદા ૨૦ વર્ષ અને મહત્તમ વય મર્યાદા ૬૦ વર્ષની રહેશે. ઉમેદવાર એસ.એસ.સી. પાસ હોવા જોઈએ. જે ગામમાં એસ.એસ.સી. પાસ ઉમેદવાર ન હોય ત્યાં ધોરણ-૦૭ પાસ માટે છૂટછાટ આપવામાં આવી છે. ઈન્ટરવ્યૂ અંગે તારીખની જાણ હવે પછી કરવામાં આવશે. ઈન્ટરવ્યૂ માટે ઉમેદવારોએ જણાવેલ તારીખ અને સમયે સ્વખર્ચે હાજર થવાનું રહેશે. અધુરી વિગતો રજુ કરેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં એમ વધુમાં યાદીમાં જણાવ્યું છે.


આ પણ વાંચો : Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધી 8951 દીકરીઓ ‘વ્હાલી દીકરી યોજના’ હેઠળ થઈ લાભાન્વિત


  • Follow us on: