જે વિસ્તારોમાં વધુ અંતર, જનસંખ્યાના ધોરણો, દુકાનદારોના રાજીનામા અથવા પરવાના રદ્દ થવાના કારણે દુકાનો બંધ થયેલ છે, ત્યાં આ નવી દુકાનો ખોલવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં લીંબડી તાલુકાના ઉંટડી ગામ માટે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના (SEBC) બેરોજગાર મહિલા અથવા પુરુષ ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે.
વેબ પોર્ટલ પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે
જ્યારે મૂળી તાલુકાના દિગસર ગામ માટે જનરલ (સામાન્ય) કેટેગરીના બેરોજગાર મહિલા અથવા પુરુષ ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે. આ ઉપરાંત, શિક્ષિત બેરોજગાર મહિલાઓ અને પુરુષો માટે સરકારના નિયમોનુસાર અનામત ટકાવારી લાગુ રહેશે. લાયકાત ધરાવતા અને ઈચ્છુક ઉમેદવારોએ તા. ૧૮/૧૨/૨૦૨૫ થી તા. ૦૧/૦૧/૨૦૨૬ સુધીમાં https://ipds.gujarat.gov.in/ILMS/ વેબ પોર્ટલ પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે.
