સુરેન્દ્રનગરમાં સેન્ડસ્ટોન અને સફેદ માટીનું ગેરકાયદે ખનન ઝડપાયું છે અને 1 હિટાચી મશી, 3 ડમ્પર, 1 ટ્રેક્ટર જપ્ત કરાયા છે, અને કુલ 1.97 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
સફેદ માટીનું ખનન થતું હતુ
થાનગઢ તાલુકાના તરણેતર ગામે મધરાત્રિ દરમિયાન ગેરકાયદેસર ખનન પર પ્રાંત અધિકારીના દરોડા સામે આવ્યા છે, દરોડા દરમિયાન સરકારી સરવે નંબર ૫૯૨ વાળી જમીનમાં આકસ્મિક તપાસણી કરતા સેન્ડસ્ટોન તથા સફેદ માટીનું ખનન પકડી પાડ્યું છે, ખનન સાથે ૧ હિટાચી, ૩ ડમ્પર અને ૧ ટ્રેકટર પકડી પાડ્યું છે, વાહનો મળી કુલ રૂ.૧.૯૭ એક કરોડ સત્તાણું લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.













