ખેડૂતોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, સરકારશ્રી તરફથી યુરિયા અને અન્ય રાસાયણિક ખાતરોની સપ્લાય રોડ તેમજ રેક મારફત સતત ચાલુ છે. જિલ્લામાં હાલ રાસાયણિક ખાતરનો પૂરતો જથ્થો વિવિધ વિક્રેતાઓ પાસે ઉપલબ્ધ છે. વર્તમાન સ્થિતિએ ૩૩૦૦ મેટ્રિક ટન (મે.ટન) યુરિયા, ૧૯૦૦ મે.ટન ડી.એ.પી. ખાતર, અને ૩૩૦૦ મે.ટન એન.પી.કે. ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે.


રાસાયણિક ખાતરનો પૂરતો જથ્થો પૂરો પાડવામાં આવતો હોય છે

આ ઉપરાંત, જિલ્લામાં ૨૪૦૦ મે.ટન યુરિયાનો જથ્થો સ્ટોરેજ તરીકે પણ રાખવામાં આવ્યો છે. વિવિધ રાસાયણિક ખાતર કંપનીઓ દ્વારા પણ જિલ્લામાં યુરિયા ખાતરની સપ્લાય સતત ચાલુ છે, જેના કારણે જિલ્લામાં યુરિયા અને અન્ય રાસાયણિક ખાતરનો પૂરતો સ્ટોક છે. આમ દરેક ખેડૂત મિત્રોએ જરૂર પૂરતા જ રાસાયણિક ખાતરની જ ખરીદી કરે અને આગામી સિઝન માટે બિનજરૂરી સ્ટોક ન કરે. દરેક સિઝનમાં સરકાર તરફથી વાવેતરને ધ્યાનમાં લઈને રાસાયણિક ખાતરનો પૂરતો જથ્થો પૂરો પાડવામાં આવતો હોય છે એમ વધુમાં યાદીમાં જણાવ્યું છે.


આ પણ વાંચો : Botad News : બોટાદના સાગાવદર ગામે વ્યાજખોરોનો આતંક, વ્યાજખોરોએ યુવકને લોખંડની પાઇપથી પગ ભાંગી નાખ્યો


  • Follow us on: