સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર રીતે વેચાઈ રહેલા LPG સિલિન્ડર પર કાર્યવાહી હાથ ધરાઈ છે. જિલ્લામાં લિંબડી- ધંધૂકા હાઈવે પર રેસ્ટોરન્ટમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પુરવઠા વિભાગે રેડ કરીને તપાસ કર્યા બાદ સાત લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે 54 સિલિન્ડરો સાથેનું એક વાહન કબજે કર્યું છે.
રામ રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરાઈ હતી
પુરવઠા વિભાગના અધિકારી એ.જી.ગજજરે કહ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં પુરવઠા વિભાગે ગેરકાયદે વેચાઈ રહેલા ગેસ સિલિન્ડર સામે તવાઈ હાથ ધરી છે. વિભાગની ટીમ દ્વારા લીંબડી ધંધૂકા હાઈવે પર સ્થિત રેસ્ટોરન્ટમાં તપાસ કરવામાં આવી હતી. રામ રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરાઈ હતી. લીંબડી-ધંધુકા હાઈવે પરની રેસ્ટોરન્ટમાંથી અંદાજિત રૂ.7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
