આ હેતુસર, જિલ્લાના તમામ અધિકારીઓ, કર્મચારીઓ, નાગરિકોને 'MyGov India' એપ્લિકેશન ડાઉનલોડ કરી રજિસ્ટ્રેશન પૂર્ણ કરવા નમ્ર વિનંતી કરવામાં આવી છે. ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતને રાષ્ટ્રીય ફલક પર વિજેતા બનાવવા માટે આપણું એક નાનું યોગદાન અત્યંત મહત્વનું છે.

એપ્લિકેશન ડાઉનલોડ કરી રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત

આ અભિયાન અંતર્ગત આગામી ૨૫ જાન્યુઆરી સુધીમાં તમામ વપરાશકર્તાઓએ પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી રજિસ્ટ્રેશન કરાવી લેવું અનિવાર્ય છે. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે એન્ડ્રોઇડ યુઝરે https://play.google.com/store/apps/details?id=in.mygov.mobile પરથી અને આઈ ફોન યુઝરે https://apps.apple.com/in/app/mygov-india-%E0%A4%AE-%E0%A4%B0-%E0%A4%B8%E0%A4%B0%E0%A4%95-%E0%A4%B0/id1423088445 પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી રજિસ્ટ્રેશન કરવું.

રજિસ્ટ્રેશન પ્રક્રિયા માટે માર્ગદર્શક વિડિયો પણ તંત્ર દ્વારા શેર કરવામાં આવ્યો છે

ખાસ નોંધનીય છે કે, વોટિંગ માટેની લિંક ૨૬ જાન્યુઆરીના રોજ બપોરે ૧૨:૦૦ વાગ્યે કાર્યરત થશે, જેના દ્વારા નાગરિકો ગુજરાતના ટેબ્લોને પોતાનો કિંમતી મત આપી શકશે. ભવિષ્યમાં પણ સરકારની વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય રહેવા માટે આ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.


આ પણ વાંચો : Republic Day 2026 : સુરતના માંડવી ખાતે 77મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીનું ફૂલ ડ્રેસ રિહર્સલ યોજાયું