જેના ભાગરૂપે પુરવઠા અધિકારીઓની અલગ-અલગ ટીમો દ્વારા સ્થાનિક હોટલો, રેસ્ટોરન્ટ્સ અને ખાણી-પીણીના વિવિધ એકમો પર આકસ્મિક તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખાસ કરીને વ્યાપારી હેતુ માટે ઉપયોગમાં લેવાતા ગેસ સિલિન્ડરના જથ્થાની ચકાસણી કરવામાં આવી હતી. હોટલ સંચાલકો દ્વારા નિયમ મુજબના સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે કે કેમ, વધુ સંગ્રહ કરવામાં આવ્યા છે કે કેમ તેની સ્થળ પર તપાસ કરવામાં આવી હતી.

ગેસના અનધિકૃત વેચાણ અને સંગ્રહખોરી અટકાવવા માટે વહીવટી તંત્ર સજ્જ

આ ઉપરાંત, જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કાર્યરત એલ.પી.જી. ગેસના ગોડાઉનો ખાતે પણ પુરવઠા વિભાગ દ્વારા તપાસનો દોર લંબાવવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ગોડાઉનોમાં રહેલા સ્ટોક રજિસ્ટરની એન્ટ્રીઓ અને ત્યાં ઉપલબ્ધ પ્રત્યક્ષ જથ્થાની ચકાસણી કરવામાં આવી હતી. ગેસના જથ્થામાં કોઈ વિસંગતતા જણાય અથવા સંગ્રહખોરી કરવામાં આવતી હોય તો તેને અટકાવવા માટે તંત્ર દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે. જિલ્લા પુરવઠા નિરીક્ષકો દ્વારા આગામી સમયમાં પણ વિવિધ સ્થળોએ આવી ચકાસણી સતત ચાલુ રાખવામાં આવશે. ગ્રાહકોના હિતનું રક્ષણ કરવા અને રાંધણ ગેસ કે કોમર્શિયલ ગેસના અનધિકૃત વેચાણ અને સંગ્રહખોરી અટકાવવા માટે વહીવટી તંત્ર સંપૂર્ણપણે કટિબદ્ધ છે.


આ પણ વાંચો : Gandhinagar News : વડોદરાના પોઇચા ગામે મહી નદી ઉપર રૂ.349 કરોડના ખર્ચે તૈયાર થનાર વિયરનું કામ પ્રગતિમાં : જળ સંપત્તિ મંત્રી