રાજ્ય સરકાર પૂર્વ કલેક્ટર સામે કરશે સસ્પેન્શનની કાર્યવાહી અને સામાન્ય વહીવટ વિભાગ ધરપકડના રિપોર્ટ પર કરશે કાર્યવાહી ઈડીના રિપોર્ટના આધારે રાજેન્દ્ર પટેલ સામે થશે કાર્યવાહી, સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર મહેન્દ્રભાઈ પટેલની તેમના બંગલામાંથી જ ધરપકડ કરી અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યા હતા.


પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ 7 જાન્યુઆરી સુધી રિમાન્ડ પર

જ્યાં ડિસ્ટ્રિકટ જજ કે.એમ.સોજીત્રાએ પૂર્વ કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલને ૭ જાન્યુઆરી સુધી રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. ઈડીની પ્રાથમિક તપાસમાં ૧૦ કરોડથી વધુ રૂપિયાની લાંચ લેવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. જમીન એનએ કરવા માટે સિસ્ટેમિક ચાલતા જમીન કૌભાંડમાં લાંચનો ૫૦% હિસ્સો કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલને મળતો હતો. જયારે અન્ય રેસિડન્ટ એડિશનલ કલેક્ટર આર. કે. ઓઝાને ૨૫ ટકા મળતો હતો. ઈડી દ્વારા આગામી દિવસોમાં સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીના અધિકારી અને સ્ટાફની ધરપકડ કરે તેવી શકયતાઓ છે.

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં વહીવટદારો મારફતે લાંચ લેવામાં આવતી હતી

સુરેન્દ્રનગરના કલેક્ટરને રિમાન્ડ પર સોંપાતા તેમની સાથે સંકળાયેલા અન્ય બાબુઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટ (ED)ની સ્પેશયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓ દિલ્હીથી બુધવાર અમદાવાદ આવીને સુરેન્દ્રનગર અને અમદાવાદમાં વિવિધ જગ્યાએ તપાસ હાથ ધરી હતી. જેમાં કેવી રીતે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં વહીવટદારો મારફતે લાંચ લેવામાં આવતી હતી તેની વિગતો સ્ટાફ અને વકીલો પાસેથી મેળવી હતી.

2 મોબાઈલ સહિત 12 ડિવાઈસ જપ્ત કરાયા છે

જ્યાં ઈડીના ખાસ એડવોકેટ રાજેશ કાનાણી અને અનિરુદ્ધ ખંભોજે કોર્ટને જણાવ્યું હતું કે, જમીન હેતુફેર કરવા માટે આવેલી અરજીઓમાં લાંચ લઈને કાર્યવાહી કરવામાં આવી હોવાના દસ્તાવેજો પણ મળ્યા છે. ઈડીને રાજેન્દ્રકુમાર પટેલના ત્યાંથી હાર્ડડિસ્ક, ફોન, લેપટોપ, પેન ડ્રાઈવ, બે મોબાઈલ સહિત કુલ 12 ડિવાઇસ જપ્ત કરવામાં આવ્યા છે.


આ પણ વાંચો : Railway News : ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખી રેલવે વહીવટી તંત્રએ શહેરીજનોને પાટા ઉપર લગાવેલા હાઇ વોલ્ટેજ ઇલેક્ટ્રિક વાયરથી દૂર રહેવા અપીલ


  • Follow us on: