સુરેન્દ્રનગર જિલ્લામાં ૭૭માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધ્વજવંદન, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત જુદા-જુદા વિભાગોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.


યોજનાની માહિતી પ્રદર્શિત કરી છોડ/રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું

જેમાં પોલીસ વિભાગના સ્ટોલ દ્વારા અભયમ મહિલા હેલ્પ લાઈનની માહિતી અને જાગૃતતા, શસ્ત્ર-હથિયારોનું પ્રદર્શન, કાયદા અને વ્યવસ્થા, નાગરીક સુરક્ષાની માહીતી પ્રદર્શિત કરવામાં આવી હતી. વાસ્મો દ્વારા ઇન્ટર ડિસ્ટ્રીબ્યુશન - હર ઘર નલ સે જલ', ગ્રામ્ય આંતરિક પાણી પુરવઠા વ્યવસ્થા, વન વિભાગ દ્વારા વન્યપ્રાણીઓની પ્રતિકૃતિ, બેનર, વૃક્ષારોપણ, છોડ/રોપા વિતરણ, તાજેતરની જાહેર થયેલ યોજનાની માહિતી પ્રદર્શિત કરી છોડ/રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ખેતીવાડી વિભાગ સહિતના વિભાગોની યોજનાકીય માહિતીના બેનર પ્રદર્શિત કરવામાં આવ્યા હતા

પશુપાલન વિભાગ દ્વારા પ્રચાર પ્રસાર પુસ્તિકા વિતરણ, સ્વચ્છ દૂધ ઉત્પાદન માહિતી પુસ્તિકા વિતરણ, પશુ દવાખાનામાં આપવામાં આવતી સેવાકીય માહિતી રજૂ કરવામાં આવી હતી. આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા બાળકોને આપવામાં આવતાં યોજનાકીય લાભની માહિતી તથા પ્રદર્શન, ૨૫ જેટલી ખાદ્ય વાનગીઓનું પ્રદર્શન, યોજનાકીય માહિતીના બેનરનું પ્રદર્શન, બાલશક્તિ, બાલભોગ, માતૃશક્તિ, ખાદ્યસામગ્રીનું પ્રદર્શન કરાયું હતું. શિક્ષણ વિભાગ દ્વારા શાળાની મોડેલ/પ્રતિકૃતિ, સેલ્ફી પોઇન્ટ, તાજેતરની જાહેર થયેલ યોજનાકીય માહિતીના બેનર તથા અપાતી સુવિધા, લાભની માહિતી, સ્કોલરશીપના માહિતી બેનર, નમો લક્ષ્મી, નમો સરસ્વતિ યોજનાની માહિતી દર્શાવવામાં આવી હતી. ખેતીવાડી વિભાગ સહિતના વિભાગોની યોજનાકીય માહિતીના બેનર પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.

વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ મોડેલ/પ્રતિકૃતિનું પ્રદર્શન યોજાયું હતું

સમાજ કલ્યાણ વિભાગ દ્વારા અ.જા., વિ.જા. સંકલનમાં સંયુક્ત તાજેતરમાં જાહેર થયેલ યોજનાકીય માહિતીના બેનર, પ્રતિનિધિઓ દ્વારા ઓનલાઈન સેવાકીય માહિતીની સમજ આપવામાં આવી હતી. આઈ.ટી.આઈ. અને રોજગાર ખાતા દ્વારા મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજનાની માહિતી તેમજ વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ મોડેલ/પ્રતિકૃતિનું પ્રદર્શન યોજાયું હતું. જિલ્લા ઉદ્યોગ કચેરી દ્વારા યોજનાકીય માહિતી, તાજેતરમાં જાહેર થયેલ યોજનાકીય માહિતીના બેનર, પ્રતિનિધિ દ્વારા ઓનલાઈન સેવાકીય માહિતી, હસ્તકલાના બેનર તથા પટોળા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આમ, જુદા જુદા વિભાગો દ્વારા યોજાયેલા પ્રદર્શને લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું.


આ પણ વાંચો : Botad News : મતદાર જાગૃતિમાં નવીન ટેકનોલોજી આધારિત પહેલ માટે બોટાદ જિલ્લાને રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ



  • Follow us on: