ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં શેરડી પકવતા ખેડૂતોમાં અત્યારે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તાલાલા સુગર મિલ દ્વારા શેરડીની કાપણીમાં કરવામાં આવી રહેલા અસહ્ય વિલંબને કારણે ખેડૂતો પાયમાલ થવાની ભીતિ સેવાઈ રહી છે. આ મુદ્દે આજે મોટી સંખ્યામાં ખેડૂતો દ્વારા સુગર ફેક્ટરી ખાતે એકત્ર થઈ સામૂહિક રજૂઆત કરવામાં આવી હતી.
IPL સંચાલિત ફેક્ટરી પર વચન આપીને ફરી આક્ષેપ
ખેડૂતોનો આક્ષેપ છે કે, IPL સંચાલિત આ સુગર ફેક્ટરી વચન આપીને ફરી ગઈ છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, છેલ્લા 2 મહિનાથી ખેતરોમાં શેરડીનો પાક તૈયાર ઉભો છે, પરંતુ મિલ દ્વારા તેની કાપણી કરવામાં આવતી નથી. વિલંબને કારણે હવે શેરડી સુકાઈ રહી છે, જેનાથી વજનમાં ઘટાડો થતા ખેડૂતોને આર્થિક ફટકો પડી રહ્યો છે.













