તાપી જિલ્લાના વ્યારા તાલુકાના મુસા ગામે છેલ્લા ઘણા સમયથી દીપડાના આંટાફેરાથી ગ્રામજનોમાં ભારે ફફડાટ વ્યાપેલો હતો. જોકે, વન વિભાગ દ્વારા મૂકવામાં આવેલા પાંજરામાં રાત્રિ દરમિયાન એક કદાવર દીપડો કેદ થતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.
મારણની લાલચમાં દીપડો પાંજરે પુરાયો
મુસા ગામમાં દીપડાના વારંવાર જોવા મળતા હોવાથી ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી. જેના પગલે વન વિભાગની ટીમે ગામમાં પાંજરું ગોઠવ્યું હતું. આ પાંજરામાં મૂકવામાં આવેલા મારણની લાલચમાં રાત્રિના સમયે એક દીપડો આવી ચડ્યો હતો અને પાંજરામાં પગ મૂકતા જ દરવાજો બંધ થઈ ગયો હતો.
