તાપીમાં માર્ગ મકાન વિભાગના નિયમોનું ઉલ્લંઘન સામે આવ્યું છે. રાત્રિના સમયે અંધારામાં પાઈપલાઈનનું કામ કરાયું છે. ખાનગી સોલાર પ્લાન્ટ માટે ખોદકામ ચાલુ રાખવામાં આવ્યું છે. કોઈ પણ મંજૂરી વિના રાત્રે કામગીરી કરાઈ હતી. રસ્તાના માર્જિનમાં પાઈપલાઈન બિછાવવાનો ખેલ કરાયો હતો. કોન્ટ્રાક્ટરોની મનમાની સામે સવાલો ઉભા થયાં છે. સરકારી મિલકત પર ખાનગી કબજાનો પ્રયાસ કરાયો છે. તંત્રના મૌન સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે.
તંત્રના મૌન સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ
તાપી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગના નિયમોના ઉલ્લંઘનનો મુદ્દો સામે આવ્યો છે.ખાનગી સોલાર પ્લાન્ટ માટે રસ્તાના માર્જિનમાં પાઇપલાઇન બિછાવવા રાત્રિના અંધારામાં ખોદકામ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો ઉઠ્યા છે.સ્થાનિકોના કહેવા મુજબ કોઈ પણ સત્તાવાર મંજૂરી કે જાહેર જાણ કર્યા વગર રાત્રે કામગીરી ચાલુ રાખવામાં આવી.રસ્તાના કિનારે ભારે મશીનરી દ્વારા ખોદકામ થતા વાહનચાલકો અને રહેવાસીઓમાં રોષ ફેલાયો છે.સરકારી મિલકત પર ખાનગી હિત માટે કબજો જમાવવાનો પ્રયાસ થયો હોવાનો પણ સવાલ ઉઠી રહ્યો છે.કોન્ટ્રાક્ટરોની મનમાની સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ તંત્ર પાસે માંગ કરી છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં લેવાં જોઈએ. તંત્રના મૌનને કારણે શંકા વધુ ગાઢ બની રહી છે.













