ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી પ્રાથમિક શિક્ષક યોગ્યતા કસોટી (TET-1) નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગત વર્ષે 21 ડિસેમ્બર 2025 ના રોજ યોજાયેલી આ પરીક્ષામાં રાજ્યભરમાંથી હજારો ઉમેદવારોએ ભાગ લીધો હતો. આ વર્ષે ત્રણેય માધ્યમોનું કુલ સરેરાશ પરિણામ 12.01 ટકા નોંધાયું છે.


માધ્યમ પ્રમાણે પરિણામની વિગત

પરીક્ષાના પરિણામમાં ગુજરાતી માધ્યમના ઉમેદવારોએ અન્ય માધ્યમોની સરખામણીએ વધુ સારું પ્રદર્શન કર્યું છે.ગુજરાતી માધ્યમ: 12.21 ટકા,અંગ્રેજી માધ્યમ: 8.90 ટકા,હિન્દી માધ્યમ: 5.57 ટકા.

પરિણામનું વિશ્લેષણ

આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે આ વખતે પરીક્ષાનું સ્તર ઘણું કઠિન રહ્યું છે, જેના કારણે સરેરાશ પરિણામ માત્ર 12 ટકાની આસપાસ જળવાઈ રહ્યું છે. ખાસ કરીને હિન્દી માધ્યમમાં પરિણામ ઘણું નીચું (5.57%) જોવા મળ્યું છે. 21 ડિસેમ્બરે યોજાયેલી આ પરીક્ષા દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5 માં શિક્ષક બનવા માટેની યોગ્યતા નક્કી કરવામાં આવે છે.

આ પણ વાંચો: Dang: વાતાવરણમાં અચાનક પલટો,આહવા અને સાપુતારા પંથકમાં વરસાદી ઝાપટા

  • Follow us on: