ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં આજે એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. નાઠેજ ગામના રહેવાસી નારણભાઈ ચનાભાઈ મારૂ નામના આધેડ વ્યક્તિએ હોસ્પિટલ પરિસરમાં જ અચાનક ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે હોસ્પિટલમાં દોડધામ અને નાસભાગ મચી ગઈ હતી.


ઉના સિવિલ હોસ્પિટલમાં આત્મહત્યાનો પ્રયાસ

મળતી માહિતી મુજબ, નારણભાઈ મારૂ સિવિલ હોસ્પિટલ ખાતે હાજર હતા, તે દરમિયાન અચાનક તેમણે કોઈ અગમ્ય કારણોસર પોતાની સાથે લાવેલી ઝેરી દવા પી લીધી હતી. હોસ્પિટલ જેવા સંવેદનશીલ સ્થળે બનેલી આ ઘટનાથી અન્ય દર્દીઓ અને તેમના સ્વજનોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. હોસ્પિટલના સ્ટાફને જાણ થતાની સાથે જ તુરંત આધેડને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

વધુ સારવાર અર્થે વેરાવળ રીફર

પ્રાથમિક સારવાર બાદ આધેડની તબિયત ગંભીર જણાતા તેમને વધુ સારવાર અર્થે વેરાવળ રિફર કરવામાં આવ્યા છે. આધેડે આ આત્મઘાતી પગલું કયા કારણોસર ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. કૌટુંબિક સમસ્યા, બીમારી કે અન્ય કોઈ માનસિક તણાવને કારણે આ પગલું ભર્યું હોઈ શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Vadodara: વેપારીને ઉઠાવી જઈ 24 કલાકમાં પૈસા ચૂકવવા ફરજ પાડી, 5 આરોપીઓ જેલના સળિયા પાછળ

  • Follow us on: