દીવના નાગવા મેઇન રોડ પર બે ફોર-વ્હીલર ગાડીઓ વચ્ચે મોડી રાત્રે એટલી ભયંકર ટક્કર થઈ હતી કે બંને ગાડીઓના કચ્ચરઘાણ વળી ગયા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં વેકેશન માણવા માટે દીવ આવેલા એક જ પરિવારના પિતા અને પુત્રના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરુ ઊડી ગયા હતા.
અકસ્માતમાં પિતા અને વર્ષના પુત્રનું મોત
મળતી સત્તાવાર વિગતો અનુસાર, વેકેશન ગાળવા દીવ આવેલા વાઘવાની પરિવારના સભ્યો નાગવા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે સામેથી આવતી અન્ય એક કાર સાથે તેમની કાર ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો સ્પીડમાં અને ભયંકર હતો કે, કારમાં સવાર પિતા પૃથ્વી વાઘવાની (ઉંમર વર્ષ ૫૦) અને તેમના પુત્ર અનિકેત વાઘવાની (ઉંમર વર્ષ ૧૬) ના ગંભીર ઇજાઓ થવાને કારણે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા અને કરુણ મોત નીપજ્યા હતા.
