ગિર સોમનાથ જિલ્લાના ચર્ચિત ઉના દલિત કાંડ કેસમાં મહત્વપૂર્ણ ન્યાયિક વળાંક આવ્યો છે. લગભગ 10 વર્ષ જૂના આ ચકચારી કેસમાં વેરાવળ સેસન્સ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે.


મુખ્ય 5 આરોપીઓ દોષિત જાહેર

કોર્ટના નિર્ણય મુજબ FIRમાં નામ ધરાવતા કુલ 39 આરોપીઓમાંથી મુખ્ય 5 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. જેમાં રમેશ જાદવ, રાકેશ જોશી, પ્રમોદ ગૌસ્વામી, નાગજી ડાયા અને બળવંત ગૌસ્વામી દોષિત જાહેર કરાયા છે. કોર્ટે આ પાંચેય આરોપીઓને દોષિત ઠરાવ્યા છે.

બાકીના તમામ આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા

જ્યારે કેસમાં સામેલ બાકીના તમામ આરોપીઓને પૂરતા પુરાવાના અભાવે કોર્ટે નિર્દોષ જાહેર કરી છૂટકારો આપ્યો છે. આ કેસ છેલ્લા દસ વર્ષથી કોર્ટમાં ચાલી રહ્યો હતો અને આજે આવેલા આ ચુકાદાને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

અંતિમ નિર્ણય આવતીકાલે 17 માર્ચે જાહેર કરવામાં આવશે

હાલ કોર્ટ દ્વારા માત્ર દોષિત જાહેર કરવાનો નિર્ણય આપવામાં આવ્યો છે. દોષિતોને કેટલી સજા ફટકારવામાં આવશે તે અંગેનો અંતિમ નિર્ણય આવતીકાલે 17 માર્ચે જાહેર કરવામાં આવશે. આવતીકાલે વકીલોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટ સજાની અવધિ અંગે અંતિમ ચુકાદો આપશે.

કેસમાં મહત્વપૂર્ણ વળાંક

આ કેસ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો હતો અને લાંબા સમયથી તેના ચુકાદાની રાહ જોવામાં આવી રહી હતી. હવે કોર્ટના આ નિર્ણયથી કેસમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે.



આ પણ વાંચો---     Kutch : 54000 મેટ્રિક ટન ગેસનો જથ્થો લઇને શિવાલિક જહાજ મુંદ્રા પોર્ટ પર પહોંચ્યું, નંદાદેવી જહાજ આવતીકાલે ભારત પહોંચશે


 

  • Follow us on: