વડોદરામાં આર્થિક ગુનાખોરીનો એક મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરની એક જાણીતી મસાલા મિલમાં કામ કરતા કર્મચારીએ માલિકનો વિશ્વાસ કેળવીને ₹14 કરોડ જેટલી માતબર રકમની ઉચાપત કરી હોવાની ઘટના સામે આવી છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી મુખ્ય આરોપી રાકેશ પરમારની ધરપકડ કરી છે.

કર્મચારીએ 14 કરોડ જેટલી ઉચાપત કરી

આરોપી રાકેશ પરમાર આ મસાલા મિલમાં લાંબા સમયથી કામ કરતો હતો. તેણે કંપનીના હિસાબોમાં છેડછાડ કરીને અને ખોટા બિલો બનાવીને લાખો-કરોડો રૂપિયા પોતાની પાસે રાખવાનું શરૂ કર્યું હતું. ધીમે-ધીમે આ રકમ વધીને ₹14 કરોડ સુધી પહોંચી ગઈ હતી. જ્યારે મિલ માલિકને હિસાબમાં ગરબડ જણાઈ અને ઓડિટ કરવામાં આવ્યું ત્યારે આ આખું કૌભાંડ બહાર આવ્યું હતું.

વતન ભાગી ગયો હતો આરોપી

કૌભાંડનો પર્દાફાશ થવાના ડરથી રાકેશ પરમાર વડોદરા છોડીને પોતાના વતન ભાગી ગયો હતો. જોકે, ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કની મદદથી આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું હતું અને તેને દબોચી લીધો હતો.

આ પણ વાંચો: Surat: નકલી પોલીસ બની હનીટ્રેપ કરતી ગેંગ ઝડપાઈ, 5 લાખની ખંડણી વસૂલનાર ટોળકીનો કરૂણ અંજામ