વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) ના ગ્રાઉન્ડમાં રમતગમતના માહોલ વચ્ચે હિંસાની ઘટના સામે આવી છે. ABVP દ્વારા આયોજિત ક્રિકેટ મેચ દરમિયાન ખેલાડીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઉગ્ર વિવાદ થતા મામલો બિચક્યો હતો અને મેદાન જંગના મેદાનમાં ફેરવાઈ ગયું હતું.
વિદ્યાર્થીઓ વચ્ચે ઉગ્ર વિવાદ થતા મામલો બિચક્યો
મળતી વિગત મુજબ, યુનિવર્સિટીના પેવેલિયન ગ્રાઉન્ડ પર ABVP દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. મેચ દરમિયાન કોઈ રમત સંબંધી બાબતે ખેલાડીઓ વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. જોતજોતામાં આ સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને વિદ્યાર્થીઓના બે જૂથો સામસામે આવી ગયા હતા.










