સંસ્કારી નગરી વડોદરાના વિકાસ કાર્યો અને તેની ઐતિહાસિક ધરોહરથી પ્રભાવિત થઈને કેરાલાના ત્રિવેન્દ્રપુરમ (તિરુવનંતપુરમ) કોર્પોરેશનનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ વડોદરાની મુલાકાતે આવ્યું છે. આ પ્રતિનિધિ મંડળ સતત બે દિવસ સુધી વડોદરામાં રહીને શહેરના વિવિધ પ્રોજેક્ટ્સ અને કોર્પોરેશનની કાર્યપદ્ધતિનો અભ્યાસ કરશે.


ઉચ્ચ સ્તરીય બેઠક અને ચર્ચા

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) ખાતે મેયર અને મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની ઉપસ્થિતિમાં ખાસ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કમિશનરે વડોદરાના ભવ્ય ઇતિહાસથી લઈને વર્તમાન અર્બન ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ સુધીની વિસ્તૃત માહિતી આપી હતી. ખાસ કરીને કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રાન્ટોનો કાર્યક્ષમ ઉપયોગ.સ્માર્ટ સિટી અંતર્ગત ચાલતા વિવિધ પ્રોજેક્ટ્સ.ઐતિહાસિક ઇમારતોનું જાળવણી અને સંવર્ધન.

કાઉન્સિલર નંદ ભાર્ગવનું નિવેદન

વડોદરાની મુલાકાતથી અત્યંત પ્રભાવિત થયેલા તિરુવનંતપુરમના કાઉન્સિલર નંદ ભાર્ગવે જણાવ્યું હતું કે, "વડોદરા શહેર ખરેખર ગ્રેટ અને બ્યુટીફૂલ સિટી છે. અમે પહેલીવાર અહીં આવ્યા છીએ અને અહીંના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ ખૂબ જ ઉમદા છે. કેરાલામાં પણ અમારી બીજેપીની ગવર્નિંગ બોડી કાર્યરત છે, ત્યારે અહીંની શ્રેષ્ઠ પદ્ધતિઓ અમને ત્યાં ઉપયોગી થશે."

વિકાસના કામોનું નિરીક્ષણ

પ્રતિનિધિ મંડળે વડોદરાની આગવી ઓળખ સમાન ઐતિહાસિક ઇમારતો અને નવા બની રહેલા પ્રોજેક્ટ્સની રૂબરૂ મુલાકાત લીધી હતી. મ્યુનિસિપલ કમિશનરે વડોદરાની વહીવટી પારદર્શિતા અને ભવિષ્યના આયોજનો અંગે પણ ટીમ સાથે ઊંડી ચર્ચા કરી હતી. આ મુલાકાતથી બંને શહેરોના કોર્પોરેશન વચ્ચે અનુભવોનું આદાન-પ્રદાન થશે જે વિકાસના કામોમાં નવી દિશા પૂરી પાડશે.

આ પણ વાંચો: Surat: પાણીજન્ય અને મચ્છરજન્ય રોગ વકર્યો, આરોગ્ય તંત્રમાં દોડધામ


  • Follow us on: