વડોદરાના માંજલપુર વિસ્તારમાં પડોશીઓ વચ્ચે લોહિયાળ જંગ ખેલાયો છે. માંજલપુરની મારુતિધામ હાઉસિંગ બોર્ડ કોલોનીમાં શ્વાન રાખવા જેવી સામાન્ય બાબતે એક યુવકે મહિલાને જાહેરમાં માર માર્યો હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે. આ હુમલામાં મહિલાને ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
કોલોનીમાં શ્વાન રાખવા બાબતે માર માર્યો
મળતી માહિતી મુજબ, માંજલપુરની આ કોલોનીમાં શ્વાન રાખવા અથવા તેને ફેરવવા જેવી બાબતે છેલ્લા કેટલાક સમયથી ખેંચતાણ ચાલી રહી હતી. આ વિવાદે ગત રોજ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બોલાચાલી દરમિયાન આવેશમાં આવી ગયેલા યુવકે મહિલા સાથે મારામારી કરી હતી અને તેમને માર માર્યો હતો.
