શહેરમાં હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી વેગીલી બની છે, જેને પગલે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટની કામગીરીને ધ્યાનમાં રાખીને શહેરના વ્યસ્ત ગણાતા અલકાપુરી ગરનાળાને આજ રાતથી વાહનવ્યવહાર માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વડોદરા શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું
ટ્રાફિક એસીપી (ACP) ડી.એમ. વ્યાસે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિર્માણ માટે ભારે મશીનરી અને ગર્ડર લોન્ચિંગ જેવી કામગીરી કરવાની હોવાથી સુરક્ષાના કારણોસર ગરનાળુ બંધ રાખવું અનિવાર્ય છે.આજ રાત્રે 12:00 વાગ્યા બાદ ગમે ત્યારે ગરનાળુ બંધ કરી દેવામાં આવશે, જે આગામી 12મી જાન્યુઆરી સુધી બંધ રહેશે. હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી સુરક્ષિત રીતે પૂર્ણ કરવી.










