વડોદરાના શિનોરમાં ધૂળેટીના પર્વને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકો ધૂળેટી રમ્યા બાદ નદીમાં ન્હાવા પડે છે અને ત્યાર બાદ કોઈ દુર્ઘટના સર્જાવાની શક્યતાઓ રહે છે. જેથી શિનોરમાં નર્મદા નદીમાં ન્હાવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. નદીના કાંઠે પોલીસને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.
નદીના કાંઠે પોલીસને ચુસ્ત બંદોબસ્ત
વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા હોળી અને ધૂળેટીના તહેવારને ધ્યાનમાં રાખીને શિનોર તાલુકામાં નર્મદા નદીના કાંઠે નાહવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.પોલીસના ચુસ્ત પોલીસ બંધોબસ્ત વચ્ચે જાહેરનામાની અમલવારી કરાઈ રહી છે. નદીના ઊંડા પાણીમાં ડૂબી જવાની સંભવિત દુર્ઘટનાઓને રોકવા માટે લેવામાં આવ્યો છે.શિનોર પંથકના મુખ્ય નર્મદા ઘાટ જેવા કે માલસર, માંડવા, બરકાલ અને દિવેર ખાતે નાહવા કે પાણીમાં ઉતરવા પર મનાઈ છે.કલેક્ટરના જાહેરનામાના ચુસ્ત પાલન માટે આ તમામ ઘાટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.જાહેરનામાનો ભંગ કરનાર અથવા પ્રતિબંધિત જગ્યાએ નાહવા જનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.










