સમગ્ર દેશમાં રંગોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ ઠેર ઠેર લોકો રંગની હોળી રમી રહ્યાં છે. રાજ્યમાં મોટા શહેરો સહિતના વિસ્તારોમાં ધૂળેટીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. અમદાવાદમાં લોકો ઢોલના તાલે ધુળેટી રમ્યા છે. વિવિધ રિસોર્ટ અને પાર્ટી પ્લોટમાં ધૂળેટી રમવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પોળ અને સોસાયટીઓમાં પણ લોકો એક બીજાને રંગથી રંગીને ધૂળેટીનો પર્વ મનાવી રહ્યાં છે.


કેદીઓએ નૃત્ય સાથે ધૂળેટીનો પર્વ મનાવ્યો

વડોદરામાં ન્યાય મંદિર વિસ્તારમાં પરપ્રાંતિયો દ્વારા ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી. વતનમાં નહીં જઈ શકતા તેમણે વડોદરામાં જ ધૂળેટીની ઉજવણી કરી હતી. પરંપરાગત નાચ નાચીને ઢોલ વગાડીને ઉજવણી કરી હતી. વડોદરામાં ભાજપ કાર્યાલયમાં પણ ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી. શહેર ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો ધૂળેટી રમ્યા હતાં. પંચમહાલમાં સબજેલમાં પણ ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કેદીઓ અને જેલ સમિતીના સભ્યોએ રંગોત્સવ મનાવ્યો હતો. 200 જેટલા કેદીઓએ નૃત્ય સાથે ધૂળેટીનો પર્વ મનાવ્યો હતો.

દિવ્યાંગ બાળકો સાથે ધૂળેટીનો પર્વ

સુરત પોલીસે દિવ્યાંગ બાળકો સાથે ધૂળેટીનો પર્વ મનાવ્યો હતો. અડાજણ જીવન વિકાસ ટ્રસ્ટના બાળકો સાથે પોલીસે ધૂળેટીની ઉજવણી કરી હતી. બાળકોને પીચકારી સહિતની કીટનું વિતરણ કર્યું હતું. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ આ ઉજવણીમાં જોડાયા હતાં. સુરતમાં હોળીની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી. લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં લોકો ધૂળેટી રમવા માટે ઉમટ્યા હતાં. રંગોના પર્વની ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરાઈ હતી. ડીજે અને ગીતોના તાલે સુરતીઓ ઝૂમી ઉઠ્યા હતાં.


આ પણ વાંચોઃ Bharuch News: જામા મસ્જિદમાં કેટલીક મહિલાઓએ પૂજા કર્યાનો વીડિયો વાયરલ


  • Follow us on: