ત્રણ અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસી ચલાવી લૂંટ અને વૃદ્ધા ઘરમાં એકલા રહેતા હોવાથી લૂંટારૂઓએ હત્યા કરી હતી અને એક કલાકમાં વૃદ્ધાની હત્યા કરી આરોપીઓ ફરાર થયા છે, સમગ્ર મામલે સરદારનગર પોલીસે તપાસ શરૂ કરી અને ત્રણ ઈસમોએ મહિલાના હાથ પગ બાંધી લૂંટ ચલાવી હોવાની વાત સામે આવી છે.
સરદારનગરમાં મહિલાની કરાઈ હત્યા
અમદાવાદના સરદારનગરમાં વૃદ્ધાની હત્યા કરવામાં આવી છે અને લૂંટ કરવામાં આવી છે, તો વૃદ્ધા ઘરે એકલા હતા તે સમયે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે, તો આ સમગ્ર ઘટનાની જાણ સ્થાનિકોને થતા સ્થાનિકોએ પોલીસને અને પરિજનોને જાણ કરી હતી, સરદારનગર પોલીસે હત્યા અને લૂંટનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જાણભેદુ લોકોએ હત્યા કરી હોવાની આશંકા પોલીસને સેવાઈ રહી છે, તો બીજી તરફ આરોપીઓને ઝડપવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.













