અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં પોલીસ પર હુમલો કરનાર 3 આરોપીનો પોલીસે વરઘોડો કાઢીને તેને કાયદાનું ભાન કરાવ્યું હતું


આરોપીને કાયદાનું ભાન કરાવ્યું

તાજેતરમાં પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરાયો હતો. આ કેસના 3 આરોપીને કાગડાપીઠ પોલીસે ઝડપી લીધા હતા અને ત્રણેય આરોપીને કાયદાનું ભાન કરાવ્યું હતું

 સ્થળનું પંચનામુ કર્યું

પોલીસે આરોપીઓને દોરડાથી બાંધીને તે જે જગ્યા પર દાદાગીરી કરતા હતા અને જ્યાં પોલીસ પર હુમલો કર્યો હતો તે સ્થળે લઇ જઇને કાયદાનું ભાન કરાવ્યું હતું અને સ્થળનું પંચનામુ કર્યું હતું.

દાદાગીરી કરનાર તત્વોમાં ભારે ફફડાટ વ્યાપ્યો

સ્થાનિક અધિકારીઓ અને પોલીસ મથકના કર્મચારીઓએ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે. પોલીસની કાર્યવાહીથી દાદાગીરી કરનાર તત્વોમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે.


આ પણ વાંચો----     Ahmedabad ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ચર્ચાસ્પદ ધમકીભર્યા મેઈલ કેસમાં આરોપીને પશ્ચિમ બંગાળથી દબોચી લેવામાં આવ્યો

  • Follow us on: