રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના વેપારીઓ અને ઉદ્યોગપતિ માટે સારા સમાચાર મળી રહ્યા છે. કારણ કે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઇન્ડિગો એરલાઈન્સ સાંજના સમયે વધુ એક મુંબઈની ફ્લાઇટ ઉડાન ભરશે. એરલાઇન્સ દ્વારા છેલ્લા ૧૨ દિવસમાં મુંબઇ માટે કુલ બે ફ્લાઇટનો વધારો કર્યો છે જે આગામી તા. ૨૯મી માર્ચથી ઉડાન ભરશે.


આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મળી ન હોવાથી વેપારીઓમાં નારાજગી

ગત તા. ૨૦મી ફેબ્રુઆરીએ મુંબઇ માટે સવારની એક ફ્લાઇટનો વધારો કરાયો હતો. પરંતુ હવે તા.૩ માર્ચના વધુ એક મુંબઇ માટે સાંજની ફ્લાઈટ ઉમેરવામાં આવી છે. ૬૪ ૨૧૦૦ નંબરની ફ્લાઈટ નવી મુંબઈથી ૧૮:૦૫ ઉડાન ભરશે અને ૧૯:૦૫ કલાકે રાજકોટ એરપોર્ટ પર લેન્ડ કરશે. જ્યાથી સાંજે ૬E ૨૧૦૪ નંબરની ફ્લાઇટ ૧૯:૩૫એ ઉડાન ભરી ૨૦:૫૦ કલાકે મુંબઈ એરપોર્ટ પર લેન્ડ કરશે. હાલમાં રાજકોટથી માત્ર ડોમેસ્ટિક જ એરલાઇન કનેક્ટિવીટી છે. હજું સુધી કોઈ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મળી ન હોવાથી વેપારીઓ અને ઉદ્યોગપતિમાં નારાજગી જોવા મળી રહીં છે.

આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી કરતા પેસેન્જર અને વેપારી ઉદ્યોગપતિઓને ફાયદો થશે

વર્તમાન સમયમાં રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી રોજ મુંબઈ માટે ઇન્ડિગો એરલાઇન્સની ત્રણ અને એર ઇન્ડિયાની બે ફ્લાઈટ મળી કુલ પાંચ ફ્લાઇટ ઉડાન ભરી રહી છે. તો આગામી તા.ર૯મી માર્ચથી એક સવારે અને એક સાંજે એમ કુલ બે ફ્લાઈટનો વધારો થશે. ત્યાર બાદ મુંબઈ માટેની કુલ ૬ ફ્લાઈટ મુસાફરોને મળી રહેશે. ત્યારે ઉલ્લેખનિય છે કે મુંબઇની વધુ કનેક્ટિવીટીથી આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી કરતા પેસેન્જર અને વેપારી ઉદ્યોગપતિઓને તેનો ફાયદો મળી રહેશે.


આ પણ વાંચો : Porbandar News : પોરબંદરમાં હોળી બાદ મહેર સમાજની અનોખી ઐતિહાસિક પંરપરા, મણિયારો રાસ ફરીથી એક વાર ભવ્ય રીતે રમાયો


  • Follow us on: