ડેસર સહિત 4 ઝોનમાં 333 મતદાર ડિરેક્ટરોને ચૂંટશે અને બપોરે 3 વાગ્યા સુધી મતદાન યોજાશે અને સાંજે 5 વાગ્યા સુધીમાં પરિણામ જાહેર થશે, 13 ઝોનમાંથી ઝોન 3, 6, 8 અને 12માં ચૂંટણી છે, પ્રમુખ દિનુમામા, ઉપપ્રમુખ જી.બી.સોલંકી બિનહરીફ છે અને ડેસરમાં સુરપાલસિંહ અને કુલદીપસિંહ રાઉલજી વચ્ચે ટક્કર છે.


બરોડા ડેરીના પૂર્વ ચેરમેન દિનુ મામાનું નિવેદન

વડોદરા ડેરી ચૂંટણી માટે મતદાન શરુ થયું છે અને પૂર્વ ચેરમેન દિનુ મામાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમનું કહેવું છે કે, ઘણા આરોપ લાગ્યા, 2012થી હું ડિરેક્ટર છું અને હવે કોઈ ચૂંટણી લડવાનો નથી, હું હવે ચેરમેન ના બનું તો પણ મોહ નથી અને બધાને નડતો હોઉં તો મારે નથી લડવું.

ચૂંટણીનું પરિણામ આજના સૂર્યાસ્ત સુધી જાહેર થઈ જશે

જિલ્લાના સહકારી ક્ષેત્રે સૌથી મલાઈ દાર-પ્રતિષ્ઠાસભર ગણાતા વડોદરા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ(બરોડા ડેરી)ના નિયામક મંડળની ચૂંટણીનું મતદાન આજે બુધવારે સવારે ૯થી બપોરના ૩ કલાક સુધી યોજાશે. ચૂંટણીનું પરિણામ સૂર્યાસ્ત સુધી જાહેર થઈ જશે. બરોડા ડેરીના ૧૩ પૈકી ૯ ડિરેક્ટર બિનહરિફ જાહેર થતા આજે ૪ ઝોનના ૮ ઉમેદવારો વચ્ચે જંગ જામશે. સહકારીક્ષેત્રે ચૂંટણીની પૂર્વ સંધ્યાએ એવી વાતનું વતેસર થયું હતું કે ઉમેદવારે ચૂંટણી જંગ જીતવા માટે મતદારોને અજ્ઞાત સ્થળે એકત્રિત કર્યા હતા.

13 ડિરેક્ટરો બરોડા ડેરીના પ્રમુખ-ઉપપ્રમુખની નિયુક્તિ કરશે

તેઓને આજે સવારે ૯ કલાકે બરોડા ડેરી સુધી સુખરૂપે લઈ જવાશે. ૪ ઝોનના ૮ ઉમેદવારોને ચૂંટવા ૩૩૩ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. બરોડા ડેરીના ૪ ઝોન પૈકી ઝોન-૩માં ८२ મતદારો(વડોદરા), ઝોન-૬માં ૮૨(ડેસર), ઝોન-૮માં ૭૮(ડભોઈ)તેમજ ઝોન-૧૨માં ૯૧(જેતપુર પાવી)મળી ૩૩૩ મતદારોનો સમાવેશ થાય છે. બરોડા ડેરી સંકુલમાં મતદારો માટે ૪ મત કુટિર બનાવાઈ છે. બરોડા ડેરીના ૪ ઝોનના મતદારો બેલેટ પેપર થકી જ મતદાન કરશે. આગામી દિવસો દરમિયાન ૧૩ ડિરેક્ટરો બરોડા ડેરીના પ્રમુખ-ઉપપ્રમુખની નિયુક્તિ કરશે.


આ પણ વાંચો : Agriculture News : પશુપાલન ક્ષેત્રે ગુજરાતે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, 3 કરોડથી વધુ પશુઓને 'ખરવા-મોવાસા' (FMD) રોગ સામે સુરક્ષિત કરાયા


  • Follow us on: