વડોદરા શહેરમાં સરેઆમ પર્સ લૂંટની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયેલા બે શખ્સોને પકડવામાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ગત 18 ફેબ્રુઆરીના રોજ બનેલી લૂંટની ઘટનાના તાર છેક ઉત્તર પ્રદેશ સુધી જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે ઉત્તર પ્રદેશમાં દરોડો પાડી આરોપીઓને દબોચી લીધા છે.


ક્રાઇમ બ્રાન્ચ બન્ને આરોપીઓને યુપીથી ઝડપ્યા

ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરેલા બે મુખ્ય આરોપીઓના નામ 1. પ્રતિક યાદવ, 2. શિવ બિન્દ છે. આ બંને શખ્સોએ વડોદરામાં લૂંટને અંજામ આપ્યા બાદ ધરપકડથી બચવા માટે યુપીમાં આશરો લીધો હતો. 18 ફેબ્રુઆરીના રોજ આ બંને શખ્સો પર્સ લૂંટીને પલાયન થઈ ગયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. 2,61,000 (બે લાખ એકસઠ હજાર) ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ અને લૂંટમાં વપરાયેલા સાધનોનો સમાવેશ થાય છે.

2 લાખ 61 હજારનો મુદામાલ કબ્જે કરાયો

લૂંટની ઘટના બાદ વડોદરા પોલીસ એક્શનમાં આવી હતી. સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે આરોપીઓ ઉત્તર પ્રદેશમાં હોવાનું માલૂમ પડ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ તાત્કાલિક યુપી રવાના થઈ હતી અને ત્યાંની સ્થાનિક પોલીસની મદદથી આ બંને લૂંટારુઓને પકડી પાડી વડોદરા લાવી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ આરોપીઓએ વડોદરા કે ગુજરાતના અન્ય શહેરોમાં અગાઉ આવી કોઈ લૂંટની ઘટનાઓને અંજામ આપ્યો છે કે કેમ.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: