વડોદરા શહેરના જાંબુઆ બ્રિજ પાસે આજે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો મેળવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


જાંબુઆ બ્રિજ પાસે મૃતદેહ મળ્યો

જાંબુઆ બ્રિજ પાસેથી પસાર થતા રાહદારીઓને રોડની સાઈડમાં એક પુરુષનો મૃતદેહ દેખાયો હતો. આ અંગે તુરંત પોલીસને જાણ કરવામાં આવતા ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસને તપાસ દરમિયાન મૃતદેહ પાસેથી એક બેગ અને હેલ્મેટ મળી આવ્યા છે, જે સૂચવે છે કે વ્યક્તિ વાહન ચાલક હોઈ શકે છે.

પોલીસે કાર્યવાહી હાથ  ધરી

પોલીસે મૃતદેહની ઓળખ કરવા માટે આસપાસના વિસ્તારોમાં અને ગુમ થયેલ વ્યક્તિઓની યાદી સાથે તપાસ શરૂ કરી છે. હાલમાં મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ (PM) અર્થે ખસેડવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ધોરાજી રોડ પર દારૂના અડ્ડા પર મહિલાઓની જનતા રેડ, પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો

  • Follow us on: