સૂર્યોદય થતા જ વડોદરા શહેરમાં અકસ્માતની ઘટના બની છે, જેમાં પાલિકાના ટ્રકની અડફેટે એક સાયકલ સવારનું મોત નિપજ્યું છે.


સાયકલ સવાર રસ્તો ક્રોસ કરી રહ્યો હતો

આ ઘટના શહેરના વડસર રોડ પર બની હતી, જ્યાં સાયકલ સવાર રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે સામેથી આવતા ટ્રક સાથે અથડાતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત થતાં લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા

અકસ્માત થતાં લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. મામલાની જાણ થતાં પોલીસનો તાત્કાલિક કાફલો પહોંચી, મૃતદેહને હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી.

વાહન ચાલક સામે કાયદેસર કાર્યવાહી શરુ

પોલીસે વાહન ચાલક સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે અને અકસ્માતના કારણોની તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો---   Patan: રાધનપુરમાં હોટલ માલિક પર હુમલો કરનાર ઝડપાયા, 50 લાખની ઉઘરાણી મામલે હોટલ માલિક પર જીવલેણ હુમલો કર્યો હતો


  • Follow us on: