વડોદરામાં પોલીસ પર હુમલાની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા કારોબારીબાગ પાસે નશાની હાલતમાં ધમાલ મચાવતા એક પતિ-પત્નીએ પોલીસકર્મીઓ પર હુમલો કર્યો છે. આ હુમલામાં જનરક્ષક વેનના બે કર્મચારીઓ ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

વડોદરામાં પોલીસ પર હુમલાની ઘટના 

મળતી માહિતી મુજબ, કારેલીબાગ વિસ્તારમાં કોઈ બાબતે મારામારી અને ઝઘડો ચાલતો હોવાની જાણ થતા પોલીસની 'જનરક્ષક વેન' ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ જવાનો ઝઘડો શાંત પાડવા અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તે દરમિયાન ત્યાં હાજર એક નશાખોર પતિ-પત્ની ઉશ્કેરાઈ ગયા હતા. નશામાં ધૂત આ દંપતીએ પોલીસ કર્મચારીઓ સાથે ગાળાગાળી કરી હિંસક હુમલો કર્યો હતો.

પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત

આ અચાનક થયેલા હુમલામાં બે પોલીસકર્મીઓને શરીરના ભાગે ઈજાઓ પહોંચી હતી. સહકર્મીઓ દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ પર થયેલા આ હુમલાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો.

આ પણ વાંચો: Vadodara: પૂરપાટ ઝડપે આવતી ડોર-ટુ-ડોરની ગાડી પલટી ખાતા ડ્રાઈવર અને મજૂર ઈજાગ્રસ્ત