વડોદરામાં ફરી એકવાર બોગસ તબીબનો કિસ્સો સામે આવતા ચકચાર મચી ગઈ છે. શહેરના ગાજરવાડી વિસ્તારમાં કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી ધરાવતા ન હોવા છતાં ક્લિનિક ચલાવતા એક શખ્સ પર વડોદરા SOG (Special Operations Group) એ દરોડો પાડીને તેને ઝડપી પાડ્યો છે.
ડિગ્રી વગર જ દર્દીઓની સારવાર
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, ધવલ કવાડ નામનો વ્યક્તિ કોઈ પણ માન્યતા પ્રાપ્ત તબીબી ડિગ્રી ધરાવતો ન હોવા છતાં, વર્ષોથી ગાજરવાડી વિસ્તારમાં ક્લિનિક ચલાવીને નિર્દોષ દર્દીઓના જીવ સાથે ચેડાં કરી રહ્યો હતો. તે તબીબ બનીને દર્દીઓને એલોપેથી દવાઓ આપતો હતો, જે ગંભીર ગુનો છે.
