જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ સાવલી તાલુકાના આસોજ ગામમાં એક મકાન પર દરોડો પાડીને નકલી નોટ છાપવાના વ્યવસ્થિત રેકેટને ઝડપી પાડ્યું છે. પોલીસને બાતમી મળી હતી કે ગામના એક મકાનમાં શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલી રહી છે, જેના આધારે દરોડો પાડતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

સાવલીમાં નકલી નોટો છાપવાનું રેકેટ

 દરોડા દરમિયાન પોલીસે 500ના દરની 14 નકલી નોટો અને 200ના દરની 2 નકલી નોટો જપ્ત કરી છે. આ સાથે જ નોટો છાપવા માટે વપરાતું કલર પ્રિન્ટર અને ખાસ પ્રકારના કાગળો પણ કબ્જે લેવામાં આવ્યા છે.આ મામલે પોલીસે નરેન્દ્ર પાલ અને હેમંત જાનગીડ નામના બે વ્યક્તિઓની સ્થળ પરથી ધરપકડ કરી છે.

બે વ્યક્તિઓની સ્થળ પરથી ધરપકડ કરી

તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ મકાનનો કોઈ પણ પ્રકારનો ભાડા કરાર (Rent Agreement) કર્યો ન હતો. વધુમાં, આરોપીઓએ મકાન માલિકને નકલી નોટની કમાણીમાંથી મોટો ભાગ આપવાની લાલચ આપીને પોતાની સાથે સામેલ કર્યા હોવાની વિગતો પણ બહાર આવી છે.હાલમાં પોલીસ આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે અને અગાઉ કેટલી નોટો બજારમાં વહેતી કરવામાં આવી છે, તે દિશામાં સઘન તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: Rajkot : જંગલેશ્વરમાં બીજા દિવસે ડિમોલિશન યથાવત, આજે બાકી રહેલા 300 જેટલા દબાણ દૂર કરાશે