વડોદરાના અટલાદરા વિસ્તારમાં આજે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના બની છે. એક પૂરપાટ ઝડપે આવતી થાર જીપના ચાલકે બાઇક સવાર યુવકને જોરદાર ટક્કર મારતા યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.
લોકોએ પીછો કરી યુવતીઓને પકડી
મળતી માહિતી મુજબ, અકસ્માત સર્જ્યા બાદ થાર ચાલકે ગાડી ઊભી રાખવાને બદલે ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, હાજર લોકોએ હિંમત બતાવી થારનો પીછો કર્યો હતો અને તેને આંતરીને ઊભી રખાવી હતી. તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે થારમાં ત્રણ યુવતીઓ સવાર હતી. રોષે ભરાયેલા લોકોએ આ ત્રણેય યુવતીઓને પકડી પાડી હતી.










