શહેરના બાપોદ વિસ્તારમાં એક યુવતી સાથે દુષ્કર્મની આઘાતજનક ઘટના સામે આવી છે. શહેરની એક ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી યુવતીને આકાશ સિંહ નામના યુવકે વિશ્વાસમાં લઈને ઘરે બોલાવી હતી અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચરીને સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધો છે.
બાપોદમાં યુવતી સાથે દુષ્કર્મ
આરોપી આકાશે યુવતીને 'કપડાં ધોવાના' બહાને પોતાના ઘરે બોલાવી હતી. યુવતી જ્યારે તેના ઘરે પહોંચી, ત્યારે નરાધમે તેને રૂમમાં બંધક બનાવી દીધી હતી. ત્યારબાદ યુવતીની મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે, આ દરમિયાન આરોપીએ તેના મોબાઈલમાં સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો, જેના આધારે તે ભવિષ્યમાં તેને બ્લેકમેલ કરી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે.










