શહેરના આજવા રોડ પર આવેલી રોયલ સ્કૂલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક સગીર વિદ્યાર્થિની સાથે છેડતીનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આઘાતજનક વાત એ છે કે, આરોપી અન્ય કોઈ નહીં પરંતુ શાળાના જ એક અન્ય વિદ્યાર્થીનો વાલી હોવાનું સામે આવ્યું છે.
વિદ્યાર્થિની સાથે છેડતીનો પ્રયાસ
ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે આ શખ્સે છેડતી કરી હતી. પીડિત વિદ્યાર્થિનીના જણાવ્યા અનુસાર, આ વ્યક્તિ છેલ્લા એક સપ્તાહથી તેનો પીછો કરી રહ્યો હતો. ઘટનાના દિવસે પણ તેણે વિદ્યાર્થિનીને એકાંતમાં જોઈ તેની સાથે અસભ્ય વર્તન કરવાનો પ્રયાસ કર્યો હતો. બાળકીએ ડર્યા વગર તરત જ શાળાના શિક્ષકો અને પોતાના વાલીઓને આ અંગે જાણ કરી હતી.










