વડોદરા શહેરમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. કાકા સાહેબ ટેકરા વિસ્તારમાં નશામાં ધૂત એક શખ્સે જાહેરમાં ફાયરિંગ કરતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ શખ્સ અન્ય કોઈ નહીં પરંતુ GISFનો કર્મચારી હોવાનું બહાર આવ્યું છે.
વડોદરામાં રાત્રિના અંધારામાં ફાયરિંગ
મળતી માહિતી મુજબ, ગઈકાલે મોડી રાત્રે કાકા સાહેબ ટેકરા પાસે અચાનક ફાયરિંગનો અવાજ સંભળાતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ફાયરિંગ કરનાર વ્યક્તિ GISFનો કર્મચારી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ શખ્સે નશાની હાલતમાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની વિગતો સામે આવી છે.
