વડોદરા શહેરના છાણી પ્રવેશદ્વારથી જકાતનાકા સુધીના વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંદાજે 20 કરોડના ખર્ચે નવો રોડ બનાવવામાં આવ્યો હતો. જોકે, માત્ર 6 મહિનાના ટૂંકા ગાળામાં જેટકો (JETCO) દ્વારા આ રોડ પર ખોદકામ શરૂ કરી દેવામાં આવતા મોટો વિવાદ સર્જાયો છે. આ ઘટનાને પગલે સ્થાનિક કોર્પોરેટરો અને જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોર્પોરેશનની આંતરિક બેદરકારી અને વિભાગો વચ્ચેના સંકલનના અભાવને કારણે જનતાના કરોડો રૂપિયા પાણીમાં ગયા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. તંત્રએ તાત્કાલિક અસરથી જેટકોને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે, પરંતુ આ દંડની રકમને અપૂરતી ગણાવવામાં આવી રહી છે.


કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવા માગ

વિપક્ષના ઉપનેતા જહા ભરવાડે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે જ્યારે રોડનું કામ ચાલતું હતું ત્યારે અન્ય વિભાગોના કામોને કેમ સંકલનમાં લેવામાં આવ્યા નહીં? તેમણે આક્ષેપ કર્યો હતો કે છેલ્લા બે વર્ષથી રોડ બનાવવાની માંગણીઓ થઈ રહી હતી, પરંતુ ચૂંટણી નજીક આવતા જ ઉતાવળે ખાતમુહૂર્ત કરી રોડ બનાવી દેવાયો અને હવે ફરી તેને ખોદી નાખવામાં આવ્યો છે. વિપક્ષે માત્ર દંડથી સંતોષ ન માનીને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરી તેને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી છે.

આ પણ વાંચો : Gandhinagar News : માંડવી તડકેશ્વર ટાંકી કેસના પડઘા કેબિનેટમાં ગૂંજ્યા, જવાબદારોની ખેર નહીં, CM એ આપ્યા આદેશ

  • Follow us on: